🔥 ट्रेंडिंग भोपाल के मौफ़्ती ने गरबा में मुस्लिम य... एमपी को निवेश का पसंदीदा गंतव्य कहा, स... लुधियाना कूलर फैक्टरी में चौथी बार चोर... जालंधर में खोए मोबाइल बरामद, मालिकों क... जालंधर में आयोजित मेगा पीटीएम में अभिभ... दिल्ली में प्रदर्शन के कारण बिहार, यूप...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ગાંધીધામ: એટલાસ કેબલ્સમાંથી રૂ. 10.47 લાખના કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 09 अक्टू. 2026, 04:08 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી એટલાસ કેબલ્સ પ્રા. લિ. કંપનીમાંથી થયેલી અંદાજે રૂ. 10.47 લાખની કિંમતના ફ્લેક્સિબલ કેબલ વાયરની ચોરીના ગુનાનો ભેદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલી સઘન કામગીરી દરમિયાન આ સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ચોરીમાં વપરાયેલા બોલેરો પીકઅપ વાહન અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઝડપેલા આરોપીઓમાં આસિફ ઈશાક સઠીયા (રહે. માધાપર), ઈમરાન આદમ કુંભાર અને રિઝવાન અબુબકર મજોઠી (બંને રહે. ભુજ)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસ મુજબ, ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપી વાહનનો માલિક છે, એક આરોપી ચોરીનો વાયર ખરીદનાર છે અને અન્ય એક આરોપીએ ચોરીમાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આ ગુનાના સંબંધમાં અંદાજે રૂ. 3 લાખની કિંમતનું બોલેરો પીકઅપ વાહન પણ કબજે કર્યું છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયા સહિતની ટીમે પાર પાડી હતી.

પોલીસે ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને ચોરી થયેલા મુદ્દામાલને પણ કબજે કરવાની કવાયત હાથ ધરી છે.
📲Get App