🔥 TRENDING Two abducted by NSCN militants in Tira... J&K Government Approves ₹29.88 Crore M... Jammu & Kashmir to Notify New Resident... Earthquake Threat in Jammu & Kashmir H... ABVP, Karni Sena clash at Indore's Hol... Teachers start sit‑in at Bhopal’s Neel...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઘોડાગામથી થુલેટા ગામ જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ રેડ દરમિયાન આરોપી કારચાલક નાસી છૂટ્યો, રૂ.10.32 લાખનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Gilani Asikali 🗓 27 Sep 2026, 02:32 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના થુલેટા ગામથી ઘોડાગામ તરફ જવાના રસ્તા પર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 3,989 બોટલ તથા ક્વાર્ટર, જેની કુલ કિંમત આશરે રૂ.5,32,655 હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ ક્રેટા કાર, કિંમત આશરે રૂપિયા પાચ લાખ, મળી કુલ રૂ.10,32,655નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
પોલીસની રેડ દરમિયાન કારચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ તથા વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App