🔥 ट्रेंडिंग લીલીયા મોટા રેલવે સ્ટેશન નજીક આવેલ રેલ... फतेहगढ़ उपखंड में सरपंच और वार्ड पंच आ... इकोनॉमिक टाइम्स ने 24 सितंबर के स्कूल... सौरव गांगुली ने बिग बॉस बंगला 3 में सल... FIR अभिनेता इश्वर ठाकुर गंभीर हालत में... स्काई स्पोर्ट्स ने क्रिकेट साउथ अफ्रीक...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

હવે ફાયર ઈમરજન્સી માટે 101 નહીં, 112 ડાયલ કરો

✍️ रिपोर्टर: Kuntalkumar Chokshi 🗓 24 सित. 2026, 08:00 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઈમરજન્સી સેવાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર સેવાઓ એક જ નંબર '112' હેઠળ કાર્યરત થશે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઈમરજન્સી સેવાઓમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108 અને ફાયર માટે 101 નંબર કાર્યરત હતો, પરંતુ હવે તમામ ઈમરજન્સી સેવાઓને એક જ નંબર '112' હેઠળ લાવવામાં આવી છે.

સરકાર દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાઓ બાદ હવે ફાયર ઈમરજન્સી માટે પણ 112 નંબરની સુવિધા શરૂ કરવામાં આવી છે. આગામી 23 સપ્ટેમ્બરથી આ નવી સંકલિત સેવાનો સત્તાવાર પ્રારંભ થશે.

મળતી માહિતી મુજબ, હાલ પૂરતો જો કોઈ નાગરિક 101 પર કોલ કરશે તો તે કોલ ઓટોમેટિક ટ્રાન્સફર થઈને સીધો 112 ના સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં જશે, જેથી નાગરિકોને કોઈ અગવડતા ન પડે અને તાત્કાલિક મદદ મળી રહે.

નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હવે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં પોલીસ, એમ્બ્યુલન્સ કે ફાયર સેવા માટે માત્ર 112 નંબર જ ડાયલ કરે.
📲Get App