🔥 ट्रेंडिंग અમદાવાદમાં નકલી BP દવાનું આંતરરાજ્ય ને... Ambaji સુરતમાં મોટો ધડાકો, બચી ગયેલી વ્યક્તિન... ગુજરાત પોલીસ 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર... सोमनाथ मंदिर बम धमकी આખરે રહસ્ય ખૂલ્યું હત્યા બાદ બળાત્કારન...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના વરાછા ખાતે 100 ફૂટ ધ્વજારોહણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનાં અનાવરણ સાથે કારગીલ વિજય દિવસ ઉજવાયો
स्थानीय

સુરતના વરાછા ખાતે 100 ફૂટ ધ્વજારોહણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનાં અનાવરણ સાથે કારગીલ વિજય દિવસ ઉજવાયો

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 26 जुल. 2026, 11:00 AM 👁 70
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વરાછા ખાતે 100 ફૂટ ઊંચા ધ્વજારોહણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનાં અનાવરણ સાથે કારગીલ વિજય દિવસ ઉજવાયો.

સુરતના મોટા વરાછા ખાતે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 100 ફૂટ ઊંચા ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે કારગીલ યુદ્ધના અમર શહીદોના અદમ્ય શૌર્ય, અવિસ્મરણીય બલિદાન અને અખંડ રાષ્ટ્રભક્તિને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરવામાં આવ્યું.

તેમના પરાક્રમે દેશની એકતા, અખંડિતતા અને સ્વાભિમાન અડીખમ છે, જે આવનારી પેઢીઓ માટે સદાય પ્રેરણારૂપ રહેશે.

આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સમુદાયમાં રાષ્ટ્રીય ગૌરવ અને ઐતિહાસિક સ્મરણો પ્રત્યેની ભાવના વધુ મજબૂત થઈ.
📲Get App