🔥 ट्रेंडिंग પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક... सरण, गोपालगंज और मुजफ्फरपुर में नई बाँ... महाराष्ट्र के न्यायाधीश अभिजीत डिपके क... महाराष्ट्र के सीएम देवेंद्र फडनवीस ने... सीजेपी ने मुंबई में डिपके पर राहुल गां... मुख्यमंत्री योगी आदित्यनाथ ने गांधी जय...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

સુરતનું કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દેશભરમાં 1008 શૈક્ષણિક ભવન બનાવશે

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 02 अक्टू. 2026, 11:54 AM 👁 19
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત સ્થિત કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દેશભરના દુર્ગમ વિસ્તારોમાં 1008 શૈક્ષણિક ભવનના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સેવા પ્રવૃત્તિને વેગ આપવા માટે જાન્યુઆરી 2028માં સુરતમાં મોરારીબાપુની રામકથાનું આયોજન કરાશે.

સુરતનું કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દેશભરના તમામ રાજ્યોના દુર્ગમ, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં 1008 શૈક્ષણિક ભવનના નિર્માણનું ભગીરથ કાર્ય હાથ ધરશે. આ સેવા પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે 1થી 9 જાન્યુઆરી 2028 દરમિયાન સુરતમાં લવજી બાદશાહના યજમાનપદે પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવશે.

ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટી, જે વિનોબા ભાવેના વિચારોથી પ્રભાવિત છે, તેમણે સ્વખર્ચે તાપી જિલ્લાના બેડકુવાદૂર ગામની આશ્રમશાળામાં કન્યા છાત્રાલયનું નિર્માણ કરાવ્યું હતું. આ તેમનો પ્રથમ પ્રકલ્પ હતો.

આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત અન્ય મિત્રોએ પણ આ સેવાકાર્યમાં સહભાગી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પગલે, શરૂઆતમાં 11 ભવન નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો હતો, જેમાં અડધો ખર્ચ કેશુભાઈ ગોટી અને અડધો ખર્ચ સહયોગી દાતાઓ દ્વારા કરવામાં આવનાર હતો. આ સંકલ્પ હવે વિસ્તરીને 351 ભવન નિર્માણ સુધી પહોંચ્યો છે.
📲Get App