🔥 TRENDING पॉलिटेक्निक पुल उतरते समय दो बाइक सवार... Punjab Promotes Four 1995‑Batch IPS Of... Hardik Pandya-Arshdeep Singh trade clo... Assam Minister Jayanta Malla Baruah La... मंगलेश पाल ने दहेज लौटाया, समाज में बद... Assam Committee Calls for Central Prob...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના પાંડેસરામાં બિરયાની સેન્ટર પર મનપાના દરોડા: રસોડામાં ગંદકી અને ઉંદરો મળતા રૂ. 10,000નો દંડ
Local

સુરતના પાંડેસરામાં બિરયાની સેન્ટર પર મનપાના દરોડા: રસોડામાં ગંદકી અને ઉંદરો મળતા રૂ. 10,000નો દંડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Sep 2026, 08:34 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાંડેસરાના એ વન શાલીમાર બિરયાની સેન્ટર પર દરોડો પાડીને વાસી ખોરાક અને સડેલા શાકભાજીનો નાશ કર્યો છે તથા સંચાલકને દંડ ફટકાર્યો છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલા 'એ વન શાલીમાર બિરયાની સેન્ટર' પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન રસોડામાં અતિશય ગંદકી, સડેલા શાકભાજી અને વાસી અન્નનો જથ્થો મળી આવતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા બદલ મનપાએ દૂષિત ખોરાકનો નાશ કરીને સંચાલકને ₹10,000 નો દંડ ફટકાર્યો હતો.

બિરયાની સેન્ટરના રસોડામાં તપાસ દરમિયાન અત્યંત ખરાબ અને અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું. રસોડામાં રાખેલા શાકભાજીના ઢગલા પર ઉંદરો ખુલ્લેઆમ દોડી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત સડેલા કાંદા, બગડેલી શાકભાજી અને અગાઉથી ઉકાળી રાખેલા વાસી ચોખા પણ પકડાયા હતા.

ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી એવા વાસી ચોખા, દૂષિત મસાલા અને સડેલા શાકભાજીના જથ્થાનો મનપાની ટીમ દ્વારા સ્થળ પર જ કચરાપેટીમાં નિકાલ કરીને નાશ કરવામાં આવ્યો હતો. પાલિકાની આ કડક કાર્યવાહીથી અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફાળ પડી છે.
📲Get App