🔥 TRENDING 2027 पंचायत चुनाव: युवा मुखिया से 10 स... રાજકોટમાં લૂંટ વિથ મર્ડર આજી GIDCની તન... त्या निमित्त ड्रॉक्टर बाबासाहेब आंबेडक... Abhishek Pathak Rules Out Drishyam 4 D... Salman Khan Shares Rare Father‑Son Mom... Tamil-American Singer Kavi Nyx Shines...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતમાં 10,000 શ્રમિકો 15મી ઓક્ટોબરે કલેક્ટર કચેરી ખાતે મહાસત્યાગ્રહ કરશે

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 07:50 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એમ્બ્રોઇડરી અને અન્ય ઔદ્યોગિક એકમોના હજારો શ્રમિકો સાપ્તાહિક રજા અને સમયસર પગારની માંગણીઓને લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે મહાસત્યાગ્રહ કરશે.

સુરત શહેર અને જિલ્લામાં એમ્બ્રોઇડરી સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યરત હજારો શ્રમિકો આગામી 15મી ઓક્ટોબરે સુરત કલેક્ટર કચેરી ખાતે મહાસત્યાગ્રહ કરશે. છેલ્લા 4 મહિનાથી સાપ્તાહિક રવિવારની રજા અને કાયદા મુજબ સમયસર પગાર ચૂકવવાની માંગણીઓ કરવામાં આવી રહી છે, પરંતુ કારખાનેદારો દ્વારા આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ઉલટાનું, પોતાના અધિકારોની માંગણી કરતા કારીગરોને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા હોવાથી શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષે ભરાયેલા અંદાજે 10,000 જેટલા શ્રમિકો હવે વહીવટી તંત્ર સામે આંદોલનનું રણશિંગુ ફૂંકવા માટે તૈયાર થયા છે.

આ આંદોલનની આગેવાની લઈ રહેલા ગુજરાત પ્રદેશ ઇન્ટુકના પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું કે, "અમે આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું છે અને 10,000 કામદારોને તેમાં જોડાવા આહ્વાન કર્યું છે. અમારો પ્રયાસ છે કે સુરતના કારખાના પણ ચાલુ રહે અને શ્રમિકોનો સત્યાગ્રહ પણ સફળ રહે."

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી મુખ્ય બે સ્પષ્ટ માંગણીઓ છે: પ્રથમ, અઠવાડિક રજા મળવી જોઈએ અને બીજી, કાયદા મુજબ દર મહિનાની 1 થી 7 તારીખની વચ્ચે મહેનતાણું ચૂકવવું જોઈએ. અગાઉ ત્રણ વખત આવેદનપત્ર આપવા છતાં ચેમ્બર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે લેબર કમિશનર દ્વારા શ્રમિકો સાથે બેસીને કોઈ સમાધાનકારી વલણ દાખવવામાં આવ્યું નથી, જેના કારણે આંદોલન કરવું અનિવાર્ય બન્યું છે.
📲Get App