🔥 TRENDING Activist Abhijeet Dipke alleges police... Bus runs over schoolgirls in Damoh, CC... Kashmir Times Publishes Follow‑up on M... Baddi Police Lack Capacity to Combat R... Gujarat ATS and Valsad SOG Arrest Thre... Implementation of UPI Transaction Char...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બારડોલીમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા 10 વેપારીઓને પાલિકાએ સ્થળ પર જ સફાઈ કરાવી, 5500 નો દંડ ફટકાર્યો
Local

બારડોલીમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા 10 વેપારીઓને પાલિકાએ સ્થળ પર જ સફાઈ કરાવી, 5500 નો દંડ ફટકાર્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 08:14 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલી નગરમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા તત્વો સામે પાલિકા તંત્ર લાલઘૂમ બન્યું છે. સ્વચ્છ બારડોલી અભિયાન હેઠળ ચીફ ઓફિસર મિલન પલસાણા ખુદ ફિલ્ડમાં ઉતરીને 10 વેપારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

બારડોલી નગરમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા તત્વો સામે પાલિકા તંત્ર લાલઘૂમ બન્યું છે. ‘સ્વચ્છ બારડોલી’ અભિયાનને વેગ આપવા પાલિકાના ચીફ ઓફિસર મિલન પલસાણા ખુદ આરોગ્ય અને સેનિટરી વિભાગના કાફલા સાથે રાત્રિના 7:30 વાગ્યાના સુમારે અચાનક ફિલ્ડમાં ઉતર્યા હતા.

ગાંધીરોડ અને લીનિયર બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત અને ધમધમતા વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી જાહેરમાં કચરો ફેંકતા 10 ખાણીપીણીના સ્ટોલ અને પાનના ગલ્લા ધારકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

તંત્રએ માત્ર કાગળ પર દંડ ફટકારી સંતોષ માનવાને બદલે અનોખો પાઠ ભણાવ્યો હતો. જે દુકાનદારોએ પોતાની દુકાન સામે કાગળ, પ્લાસ્ટિક, વગેરે કચરો ફેંક્યો હતો, તેમની પાસે જ સ્થળ પર ઝાડુ મંગાવી સમગ્ર ગંદકી સાફ કરાવાઈ હતી. આ સાથે તમામ 10 વેપારીઓ પાસેથી કુલ 5,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ચીફ ઓફિસરે સ્પષ્ટ ચીમકી આપી હતી કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે; જે કોઈ વેપારી જાહેરમાં કચરો ફેંકશે તેની સામે દંડ સાથે જાતે સફાઈ કરવાની ફરજ પડાશે. પાલિકાની આ કડક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
📲Get App