स्थानीय
ચોટીલા ગૌરક્ષક ટીમે શ્રાવણ માસમાં 10 ભેંસોનું કતલખાનાથી બચાવ, પોલીસ સહયોગથી સફળ કાર્યવાહી
यहाँ देखें:
▶️ YouTube
ચોટીલા ગૌરક્ષક ટીમ અને ગૌભક્તોએ શ્રાવણ માસના અંતિમ દિવસે અને જૈન પર્યુષણ પર્વ દરમિયાન કતલખાને લઈ જવાતી 10 ભેંસોને બચાવી, પોલીસની સહાયથી કાયદેસરની કાર્યવાહી કરી.
ચોટીલા ગૌરક્ષક ટીમ અને ગૌભક્તોએ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અને જૈન સમાજના પર્યુષણ પર્વ દરમિયાન કતલખાને લઈ જવાતી 10 ભેંસોને બચાવી. ચોટીલા પોલીસે આ કામગીરીમાં સહયોગ આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગૌરક્ષક ટીમને રાજકોટ તરફથી ચોટીલા આવતી એક અશોક લેલેન્ડ ટોરસ ગાડીમાં ગેરકાયદેસર રીતે પશુઓની તસ્કરી થતી હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ટીમે તરત વોચ ગોઠવી અને શંકાસ્પદ ગાડી પસાર થતા જ તેને રોકીને પૂછપરછ કરી. તપાસમાં વાહનચાલક પાસે પશુઓની હેરફેર માટે કોઈ પાસ-પરમિટ, RTO મંજૂરી કે પશુ ચિકિત્સકનો દાખલો મળ્યો ન હતો.
ઘટનાની ગંભીરતા જોઈને તરત પશુ ચિકિત્સકને સ્થળ પર બોલાવી પશુઓનું મેડિકલ ચેકઅપ કરાવાયું. ડોક્ટરે પ્રાથમિક તપાસ બાદ સાફ જણાવ્યું કે આ પશુઓને કતલખાને જ લઈ જવાઈ રહ્યા હતા. ગાડીમાંથી કુલ 10 ભેંસો ખૂબ ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી. વાહનમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ સુવિધા ન હતી. આ બાબતે તરત ચોટીલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાયો હતો અને પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી.
ચોટીલા ગૌરક્ષક ટીમની સમયસૂચકતાને કારણે કતલખાને ધકેલાતી 10 ભેંસોને નવજીવન મળ્યું છે. આ સફળ કામગીરીમાં ચોટીલા પોલીસ તરફથી સારો અને ઝડપી સહયોગ મળ્યો હતો. તે બદલ ગૌરક્ષક ટીમે ચોટીલા પોલીસ પરિવારનો આભાર માન્યો છે. કામગીરી કરનાર ગૌરક્ષક ટીમમાં હરેશભાઈ ચૌહાણ (અધ્યક્ષ, ગૌ સંવર્ધન ટ્રસ્ટ - ન્યુ દિલ્હી), જયનીલ ઉપાધ્યાય, વિપુલભાઈ સાકરિયા, અમિતભાઈ મકવાણા, રઘુદાદા (અંધ-અપંગ ગાયોની ગૌશાળાના સંચાલક) અને અનિલભાઈ બોરાણાનો સમાવેશ થાય છે.