🔥 TRENDING মহালয়ার পূর্ণ লগ্নে ইডেন গার্ডেন্সে ৩... बलिया में नवरात्र व दशहरा के मद्देनजर... Mumbai civic body partners with Sukoon... Malegaon hits 38.4°C, highest temperat... Maharashtra batsman Ankit Bawne, 19 ye... দেবীপক্ষের শুভ লগ্নে মধ্যমগ্রামের ২৩ ন...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના મહિધરપુરામાં કાપડની દુકાનમાંથી 10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પૂર્વ કર્મચારી ઝડપાયો
Crime

સુરતના મહિધરપુરામાં કાપડની દુકાનમાંથી 10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પૂર્વ કર્મચારી ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Aug 2026, 10:36 AM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના મિલાન ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી 10 લાખની ચોરીના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી બેગમવાડીની મિલાન ટેક્સટાઇલ માર્કેટમાં એક કાપડની દુકાનમાં થયેલી 10 લાખ રૂપિયાની રોકડ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. રાત્રિના સમયે તસ્કરે દુકાનના બાથરૂમ પાછળની લોખંડની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને કેશ કાઉન્ટર તોડીને 10 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ મહિધરપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા 26 વર્ષીય સમીર જમાલ અન્સારીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સમીર જમાલ અન્સારીની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછ અને તપાસમાં ચોરી થયેલી સંપૂર્ણ 10 લાખ રૂપિયાની રોકડ રકમ પોલીસે રિકવર કરી લીધી છે.
📲Get App