🔥 TRENDING ધારી તાલુકાના બે વિદ્યાર્થીઓએ મુખ્ય ચૂ... AAP and Goa Forward Party Form Allianc... TMC fields Sanchita Pradhan for Nandig... Kerala Lottery Draw: Samrudhi SM-72 Re... 9 Dead in Nagaland After Consuming Tox... Manipur: Arms Cache Seized in Joint Op...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી રૂ. 1 લાખની ચોરી
National

વિરમગામની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી રૂ. 1 લાખની ચોરી

✍️ Reporter: Jignesh chavda 🗓 11 Aug 2026, 01:26 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી રૂ. 1 લાખની ચોરી
વેપારીની નજર ચૂકવી બે અજાણી મહિલાઓએ રોકડ રકમ ભરેલી થેલી ઉઠાવી લીધી
વિરમગામ શહેરમાં બેંકની અંદરથી જ રૂ. 1 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
વિરમગામ શહેરના કાજીની મસ્જિદ પરમાર વિસ્તારમાં રહેતા સિકંદરભાઈ હુસેનભાઈ મલેક પોતાના બેંક ખાતામાંથી ચેક મારફતે રૂ. 1 લાખ ઉપાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતે ગયા હતા. બેંકમાંથી રોકડ રૂ. 1 લાખ ઉપાડ્યા બાદ તેમણે આ રકમ પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હતી.
ત્યારબાદ તેઓ બેંકના લોન વિભાગના કર્મચારી સાથે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની નજર ચૂકવીને સાડી પહેરેલી બે અજાણી મહિલાઓએ પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા રૂ. 1 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં બેંક અધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવીમાં આશરે 30થી 40 વર્ષની બે મહિલાઓ દ્વારા રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે વેપારી સિકંદરભાઈ હુસેનભાઈ મલેકે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. વિરમગામ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે બંને મહિલાઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App