🔥 TRENDING Tamil Nadu police bust drug smuggling... Former Tech Mahindra Asia Head Gunned... Haryana Announces Schedule for Census... Five Arrested in Thane with Country‑Ma... India’s Economic Growth Fails to Boost... Supreme Court says compulsory retireme...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાલનપુર ક્રાઇમ બ્રાંચએ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સંજયસિંહ રાજપૂતને 1 લાખની ખંડણી માંગ માટે ધરપકડ..
Crime

પાલનપુર ક્રાઇમ બ્રાંચએ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સંજયસિંહ રાજપૂતને 1 લાખની ખંડણી માંગ માટે ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 11 Sep 2026, 02:28 PM 👁 129
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સોશિયલ મીડીયા પર ધમકી આપતા અને પૈસા ફસાવવાના આરોપમાં વડગામ પંથકના ઇન્ફલુએન્સર સંજયસિંહ રાજપૂતને પાલનપુરની લોકલ ક્રાઇમ બ્રાંચએ ધરપકડ કરી..

પાલનપુરની લોકલ ક્રાઇમ બ્રાંચએ વડગામ પંથકના સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સંજયસિંહ રાજપૂતને એક લાખ રૂપિયાની ખંડણી માંગ અને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરી.તપાસમાં જાણવા મળ્યું કે રાજપૂતએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટો વાયરલ કરી,વ્યક્તિઓને બદનામ કરવાની અને ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ આપી તથા બળજબરીથી પૈસા પડાવી લેતા હતા..

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ધમકીઓ અને બળજબરી દ્વારા નાણાકીય લાભ મેળવવાનો પ્રયાસ કાયદા વિરુદ્ધ છે અને આવી કૃત્યોને કડક રીતે દંડિત કરવામાં આવશે. ધરપકડ પછી રાજપૂતને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો અને કેસની આગળની કાર્યવાહી માટે તપાસ ચાલુ છે..

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ધમકીઓની ગંભીરતા પર ચર્ચા શરૂ કરી છે. અધિકારીઓએ નાગરિકોને આ પ્રકારની ધમકી આપતી પોસ્ટોનું પ્રસારણ ન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ પોલીસને કરવા વિનંતી કરી છે.
📲Get App