🔥 TRENDING कटिहार में रौशना और रौतारा थानों के था... સાબરકાંઠા પોલીસ દ્વારા રાત્રિ પદયાત્રી... અમરેલીના ધારગણીમાં સેલ નદીમાં છલાંગ લગ... Meghalaya CM opens rehab centre in Tur... Meghalaya CM Launches First Garo Hills... PM Poshan cooks halt meals in Meghalay...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર-ઉદેપુર હાઈવે પર કાર પલટતા 1નું મોત,2 ઘાયલ,ગાંભોઈ

હિંમતનગર-ઉદેપુર હાઈવે પર કાર પલટતા 1નું મોત,2 ઘાયલ,ગાંભોઈ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Aug 2026, 01:31 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગર-ઉદેપુર હાઈવે પર કાર પલટતા 1નું મોત,2 ઘાયલ,ગાંભોઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા હિંમતનગર-ઉદેપુર નેશનલ હાઈવે પર રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રાયગઢના રેલવે બ્રિજ પાસે હિંમતનગરથી રાજસ્થાન તરફ જતી ઇનોવા કાર અચાનક પલટી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી ભરતભાઈએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ઇનોવા કાર હિંમતનગરથી રાજસ્થાનના ઉદેપુર જઈ રહી હતી.રાયગઢ રેલવે બ્રિજ નજીક ઈનોવા કાર રોડ પર પલટી ગઈ હતી.અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બે લોકોને તાત્કાલિક સારવાર માટે ગાંભોઈ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં ગાંભોઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે કારને રોડ પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.હાલ મૃતકની ઓળખ અને અન્ય વિગતો માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App