🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જેતડા પાટિયા પાસે બે ગાડીઓમાંથી ₹4.48 લાખથી વધુનો દારૂ ઝડપાયો,LCBની કાર્યવાહી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 04:06 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાવ-થરાદ LCB પોલીસે જેતડા ગામના પાટિયા નજીક નંબર પ્લેટ વિનાની ક્રેટા અને સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરની 1816 બોટલો ઝડપી પાડી છે. આ દારૂનો જથ્થો ₹4,48,924ની કિંમતનો છે..

વાવ-થરાદ LCB પોલીસે થરાદ-ડીસા રોડ પર જેતડા ગામના પાટિયા નજીક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નંબર પ્લેટ વિનાની એક ક્રેટા કાર અને એક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 1816 બોટલો ઝડપી પાડી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત ₹4,48,924 થાય છે.આ કાર્યવાહી દરમિયાન, પોલીસે બંને વાહનો અને દારૂના જથ્થા સહિત કુલ ₹17,08,924નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ક્રેટા કારની કિંમત ₹10 લાખ અને સ્વીફ્ટ કારની કિંમત ₹2.60 લાખ આંકવામાં આવી છે..

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દારૂ કોણ લાવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.
📲Get App