Crime
સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિજીટલ એરેસ્ટ કેસમાં સાયબર ફ્રોડર અટકાવ્યો..
Watch on:
▶️ YouTube
સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા ૦૯/૧૧/૨૦૨૫ ના રોજ નોંધાયેલ ડિજીટલ એરેસ્ટ કેસમાં સાયબર ફ્રોડમાં સામેલ આરોપીને રાજસ્થાનમાં અટકાવવામાં આવ્યો..
સાબરકાંઠાના-:
હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ૦૯ નવેમ્બર ૨૦૨૫ ના રોજ નોંધાયેલ ડિજીટલ એરેસ્ટ કેસમાં સાયબર ફ્રોડમાં સામેલ આરોપીને અટકાવવામાં આવ્યો.ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ અને ડૉકટર કુલદિપકુમાર નાયી દ્વારા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન વસાવા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીની ઓનલાઇન પ્રવૃત્તિઓને ટ્રેક કરી..
આ તપાસમાં આરોપીએ બેંક ખાતાઓ ખોલાવી,એકાઉન્ટ હોલ્ડર પાસેથી વિગતો મેળવી અને એ.ટી.એમ.કાર્ડ દ્વારા ફ્રોડ રકમ કાઢી ત્યારબાદ બાયનાન્સમાં યુ.એસ.ડી.ટી મારફતે ટ્રાન્સફર કરી.સાયબર સિન્ડિકેટના સભ્યોના બાયનાન્સ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી.આ પ્રક્રિયામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટેકનિકલ એનાલિસિસ દ્વારા રાજસ્થાનના બાલાજીનગર,ફતેપુરા અને જાંટીમાં રહેલા સાયબર સિન્ડિકેટના સભ્યોને ઓળખવામાં આવ્યા અને તેમને અટકાવવામાં આવ્યા.આ સફળ કામગીરી સાયબર ક્રાઇમ સામે લડતની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને ઉજાગર કરે છે.