🔥 TRENDING Trump Authorizes Crackdown on Companie... Patna Municipal Corp Honored as State'... Six Armed Men Raid Sajni Jewelers Home... Kerala Police Nab Road Accident Suspec... Kanpur Train Derails on Route to Gorak... Pig Bomb Incident in Dindori Leaves Vi...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં દિવાળીની રાત્રે કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: હાથીખાનામાં ફટાકડા બાબતે તકરાર બાદ જાહેરમાં ફાયરિંગ, સ્થળ પરથી પિસ્તોલ કબજે

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 09 Nov 2026, 11:51 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘટનાસ્થળેથી બિનવારસી પિસ્તોલ મળી: ઘટનાની જાણ થતાં જ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને સ્થળ પરથી એક ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી છે, જેને જપ્ત કરી એફએસએલ તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

રાજકોટ:
રંગિલા રાજકોટમાં દિવાળીની રાત્રિએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરના એ-ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા હાથીખાના વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ/બાહુબલીઓ વચ્ચે થયેલી તકરાર ઉગ્ર બની હતી, જેમાં જાહેરમાં ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો.
બનાવની વિગત:
દિવાળી પર્વ નિમિત્તે હાથીખાના વિસ્તારમાં લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે બે માથાભારે તત્ત્વો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વણસી ગયો કે એક શખ્સે કમરમાંથી પિસ્તોલ કાઢી જાહેરમાં ફાયરિંગ કરી દીધું હતું. તહેવારના માહોલમાં અચાનક થયેલા ગોળીબારના અવાજથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિકો ભયના માર્યા ઘરોમાં પુરાઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.
ઘટનાસ્થળેથી બિનવારસી પિસ્તોલ મળી:
ઘટનાની જાણ થતાં જ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને સ્થળ પરથી એક ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી છે, જેને જપ્ત કરી એફએસએલ તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ કાર્યવાહી અને તપાસના મુદ્દા:
એ-ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધીને વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ શરૂ કરી છે.
ફાયરિંગ કરનારા બાહુબલીઓ કોણ હતા અને તેમનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ શું છે?
લાયસન્સ વગરનું આ ઘાતક હથિયાર રાજકોટમાં ક્યાંથી અને કોના મારફતે આવ્યું?
આ હથિયાર સપ્લાય પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે કે કેમ?
આ તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરીજનોમાં રોષ અને સુરક્ષા સામે સવાલ:
દિવાળીની રાત્રે શહેરમાં 98 જેટલા એમએલસી (મેડિકો-લીગલ કેસ) નોંધાયા હોવાના અહેવાલો વચ્ચે, માલવિયાનગરમાં હત્યા અને હવે હાથીખાનામાં જાહેરમાં ફાયરિંગની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય બાબતમાં જાહેરમાં પિસ્તોલ કાઢી ગોળીબાર કરનારા આવા અસામાજિક તત્ત્વોને તાત્કાલિક ઝડપી પાડી, તેમના નામ જાહેર કરી કડક દાખલો બેસાડવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
— વિશેષ અહેવાલ: સૈયદ એમ. એ. નકવી
📲Get App