🔥 TRENDING મુંદરામાં નશીલા પદાર્થોના વેપાર સામે પ... ગંગોત્રી દર્શને ગયેલા ગુજરાતીઓની કાર ખ... મુંદરામાં નશીલા પદાર્થોના વેપાર સામે પ... बड़ी खबर घंटियाली से आ रही है નિકોલ હિટ એન્ડ રન: સ્નેહલ વસોયાનું મોત... આજરોજ જિલ્લા તકેદારી સમિતી ,મેન્યુઅલ સ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું

✍️ Reporter: Atul Thakor 🗓 05 Nov 2026, 02:03 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક કૃષિ પેદાશોને લોકો સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી વલસાડના તિથલ રોડ ખાતે ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરીને ત્યાં ઉપલબ્ધ ઉત્પાદનો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોને યોગ્ય વેચાણ વ્યવસ્થા અને બજાર ઉપલબ્ધ થાય તેમજ નાગરિકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી મળી રહે તે દિશામાં મોડલ સેન્ટર તરીકે શરૂ કરવામાં આવેલ આ કેન્દ્ર મહત્વપૂર્ણ બની રહેશે. આ પહેલથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળવાની સાથે પ્રાકૃતિક ખેતી અંગે લોકોમાં જાગૃતિ પણ વધશે.
📲Get App