🔥 TRENDING 4th Conference of Mining Ministers to... India’s metro network swells to 1,200... Saran district tightens firecracker sa... ग्रामीण समाज सेवा शिविर का सफल आयोजन સૌર મંડળમાં તારાઓની પાછળ છુપાયેલ પ્લુટ... ગોધર સ્થિત પવિત્ર તીર્થધામ સ્વામિનારાય...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મુંદરામાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસનો સપાટો: ૨૨૭ ગ્રામ ગાંજા સાથે બે યુવકો ઝડપાયા

✍️ Reporter: Rameshbhai Ven 🗓 05 Nov 2026, 02:09 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંદરા પોલીસ દ્વારા કિંગ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી ૨૨૭ ગ્રામ ગાંજા સાથે બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જેની કુલ કિંમત ૬૭,૮૫૦ રૂપિયા જેટલી છે.

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરતા, પોલીસે કિંગ પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાંથી બે યુવકોને ૨૨૭ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત એક સ્કૂટર, રોકડ રકમ અને બે મોબાઈલ ફોન સહિત કુલ ૬૭,૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ મુજબ, પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રવીણ રવજીભાઈ મહેશ્વરી (ઉંમર ૨૦ વર્ષ) અને નવઘણ ખેતાભાઈ બ્રહ્મભટ્ટ (ઉંમર ૨૨ વર્ષ), બંને રહેવાસી મોટી ભુજપુર તરીકે થઈ છે. પકડાયેલા બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળતા મુંદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.શકોરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સંયુક્ત કામગીરીથી મળી છે. પોલીસ દ્વારા વિસ્તારમાં નશાના દ્રવ્યોના વેપાર સામે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
📲Get App