🔥 TRENDING NLU Study Finds Harsh Penalties Fail t... Indore Set to Reclaim ‘Fabric City’ Ti... 42-year-old woman found dead in Indore... Rajasthan High Court withdraws action... ಅಲೆಮಾರಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸಂಭ್ರಮ - ಹಗಲು ವೇಷ... डीएम और एसएसपी ने जिला कारागार का किया...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધધાણાં હાઈસ્કુલમાં સમી પોલીસ દ્વારા સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 31 Oct 2026, 04:54 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધધાણાં હાઈસ્કુલમાં સમી પોલીસ દ્વારા સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

સાયબર ફ્રોડથી બચવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અપાઈ જાગૃતિ અને સુરક્ષાની સમજ

સમી પોલીસ તથા સમી પોલીસ સ્ટેશનના સાયબર વિભાગ દ્વારા ધધાણાં હાઈસ્કુલ, ગામ ધધાણાં, તાલુકો સમી ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાયબર ફ્રોડ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ગુનાઓથી કેવી રીતે સાવચેત રહેવું, ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે કઈ કઈ તકેદારી રાખવી તેમજ સાયબર સુરક્ષાના વિવિધ ઉપાયો અંગે સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક પોલીસ સહાય મેળવવા માટે 112 ઇમરજન્સી હેલ્પલાઇન તથા મહિલાઓની સુરક્ષા અને સહાય માટે 181 મહિલા હેલ્પલાઇન અંગે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો તથા ડિજિટલ માધ્યમોનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
📲Get App