Local
જામનગરના હાપા ચારણમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત
જામનગરના હાપા ચારણ વિસ્તારમાં વીજ કરંટ લાગતાં એક યુવકનું મોત થયું.
જામનગરના હાપા ચારણ વિસ્તારમાં વેલનાથ બાપાના મંદિર પાસે મંડપ સર્વિસનું કામ કરતી વખતે એલોઝન લાઇટ ફિટિંગ દરમિયાન વીજ કરંટ લાગતા શિવમભાઈ વલ્લભભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કાલીચરણ વલ્લભભાઈ રાઠોડના નિવેદનના આધારે પંચકોષી ‘એ' ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.