ખાંભા તાલુકા પંચાયત ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંગે આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોને અપાયું માર્ગદર્શન
અમરેલી, તા. ૨૮ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં તાલુકા આરોગ્ય કચેરી અને આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત તાલુકા પંચાયત ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શિવલાલભાઈ સુદાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંગે જાગૃત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષભાઈ કણઝરિયા, આસીસ્ટન્ટ ટી.ડી.ઓ. શ્રી કાપડી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જિગ્નેશભાઈ ગોસ્વામી, સી.ડી.પી.ઓ. શ્રીમતી દક્ષાબેન ભટ્ટ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી વાળાભાઈ, નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રીમતી જસુબેન ભંડેરી, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના શ્રી હિતેશભાઈ મકવાણા, પી.એલ.વી. શ્રી ગોહિલભાઈ સહિત ડી.એચ.ઈ.ડબલ્યુ., ઓ.એસ.સી. અને સંબંધિત વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષભાઈ કણઝરિયાએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જિગ્નેશભાઈ ગોસ્વામીએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની જોગવાઈઓ, તેના મહત્ત્વ અને કાયદાના પાલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સી.ડી.પી.ઓ. શ્રીમતી દક્ષાબેન ભટ્ટે પણ કાર્યક્રમને અનુરૂપ સંદેશ આપ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શિવલાલભાઈ સુદાણીએ ઉપસ્થિત બહેનોને પ્રેરણાદાયી સંદેશ આપીને દીકરીઓના સંરક્ષણ અને સશક્તિકરણ માટે જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.
નારી અદાલતનાં જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રીમતી જસુબેન ભંડેરીએ નારી અદાલતની કામગીરી અને મહિલાઓને મળતી સહાય અંગે સમજણ આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના શ્રીમતી રંજનબેને સેન્ટર દ્વારા મહિલાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપી હતી. જ્યારે શ્રીમતી મીનાક્ષીબેન મકવાણાએ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.
જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર શ્રી હસમુખભાઈ રાઠોડે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના જન્મદર અંગે જાગૃતિ વધારવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા તથા મહિલાઓ અને દીકરીઓના અધિકારો અંગે જનજાગૃતિ કેળવવાનો રહ્યો હતો.