Local
વિસનગરની શ્રીમતી સી. સી. મહિલા આર્ટ્સ અને શેઠ સી. એન. કોમર્સ કોલેજમાં સરદાર પટેલ જયંતી નિમિતે "રાષ્ટ્રીય એકતા" દિવસની ઉજવણી કરવામાં આવી.
Watch on:
▶️ YouTube

તા. 29/10/2026 ને ગુરુવારના રોજ વિસનગરની શ્રીમતી સી. સી. મહિલા આર્ટ્સ અને શેઠ સી. એન. કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ ડૉ. એમ. એફ. પટેલના માર્ગદર્શન હેઠળ તથા IQACના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતીક એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રા. જે. જી. મેતિયા, પ્રા. કે. કે. ચૌધરી, ડૉ. આશાબેન આર. ચૌધરી, પ્રા. કે. કે. મુંજપરા, ડૉ. મિત્તલબેન પટેલ , સિનિયર ક્લાર્ક મેહુલ દરજી, જુનિયર ક્લાર્ક મુકેશ ચૌધરી, વિજયભાઈ ભીલ,તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રા.જે.જી મેતીયા સાહેબ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, તેમના રાષ્ટ્રપ્રેમ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાન અને દેશના વિવિધ રજવાડાંઓને એકતાના તાંતણે બાંધી અખંડ ભારતના નિર્માણમાં ભજવેલી ઐતિહાસિક ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી. સરદાર પટેલના દૃઢ નિશ્ચય, સાહસ, નેતૃત્વ અને રાષ્ટ્રીય એકતાના આદર્શોને જીવનમાં ઉતારવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી. તેમજ ડૉ. આશાબેન ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ડૉ. આશાબેન આર. ચૌધરીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.