🔥 ट्रेंडिंग सांकोर्डेम पंचायत भवन के पुनर्निर्माण... ਰੂਪਨਗਰ: ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਵੱਲੋਂ ਨੌਜਵਾ... સાણંદ તાલુકાના જુવાલ ગામે જુવાલ ગ્રુપ,... ਨੂਰਪੁਰਬੇਦੀ: ਵਿਧਾਇਕ ਚੱਢਾ ਨੇ ਪਾਠੀ ਸਿੰਘਾਂ... ग्राम पंचायत केसवाही में स्ट्रीट लाइट... ਅਖਿਲ ਭਾਰਤੀ ਗੁੱਜਰ ਮਹਾਸਭਾ ਦੇ ਪ੍ਰਧਾਨ ਕਮਲ...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ભુજમાં એરફોર્સ કર્મચારી દ્વારા સપ્લાય કરાયેલો ૫ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

✍️ रिपोर्टर: ODIYAN 🗓 30 सित. 2026, 05:34 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ શહેર 'એ' ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક સ્થાનિક રહીશ પાસેથી ૫ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ભુજ એરફોર્સ સ્ટેશનના કર્મચારી દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ભુજ શહેરના એરપોર્ટ રોડ પર આવેલી ઓધવવંદના સોસાયટી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે ૧.૯૧ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ, કાર તથા મોબાઈલ મળી કુલ રૂ. ૫,૦૧,૧૬૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે ભુજ એરફોર્સ સ્ટેશનના કર્મચારી અને સ્થાનિક રહીશ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વિગતો મુજબ, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ભુજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ નાઇટ રાઉન્ડમાં હતી, તે દરમિયાન ભુજ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એચ.પટેલ તરફથી બાતમી મળી હતી કે, ભુજ એરફોર્સ સ્ટેશનના કર્મચારી ભાનુપ્રકાશે નાગોર ફાટક પાસે વિદેશી દારૂ ઉતારેલ છે અને ઓધવવંદના સોસાયટીમાં રહેતો સુધીર ચુડાસમા પોતાની હ્યુન્ડાઈ આઈ-૨૦ કારમાં આ દારૂનો જથ્થો ભરીને લઈ ગયો છે.

બાતમીના આધારે પોલીસે ત્વરિત ઓધવવંદના સોસાયટી ખાતે રેડ કરી સુધીર ધનશ્યામ ચુડાસમા (રહે. મકાન નં. ૧૯૪, ઓધવવંદના સોસાયટી, એરપોર્ટ રોડ, ભુજ)ની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે, સોસાયટીમાં તેના બાંધકામ હેઠળના મકાન નં. ૬૪/એ પાસે પાર્ક કરેલી સફેદ કલરની હ્યુન્ડાઈ આઈ-૨૦ કાર (રજિ. નં. GJ-12-BR-206)માં દારૂનો જથ્થો રાખેલો છે. પોલીસે પંચોની હાજરીમાં કારની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટિકની કુલ ૭૯ સીલબંધ બોટલો (કિંમત રૂ. ૧,૯૧,૧૬૪) મળી આવી હતી. આ ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી કાર (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦) અને એક વીવો કંપનીનો મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૦,૦૦૦) મળી કુલ રૂ. ૫,૦૧,૧૬૪નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આરોપી સુધીર ચુડાસમાની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો એરફોર્સ સ્ટેશન ભુજ ખાતે ફરજ બજાવતા કર્મચારી ભાનુપ્રકાશે પૂરો પાડ્યો હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે બંને આરોપીઓ (૧) સુધીર ધનશ્યામ ચુડાસમા અને (૨) ભાનુપ્રકાશ (એરફોર્સ કર્મચારી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ),૮૧ અને ૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ભુજ ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર.નકુમે સંભાળી છે. જો કે નવાઈ વચ્ચે એફઆઇઆર માં જેનું નામ છે તેવા એરફોર્સ કર્મચારીનું નામ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર પ્રેસનોટમાં નથી. જો કે પોલીસે દારૂના કરેલા સફળ દરોડાની ગેરકાયદેસર પ્રવૃતિ એરફોર્સની રડારમાં હતી. સત્તાવાર રીતે સામે આવેલા આ કિસ્સાએ ભારે ચકચાર સર્જી છે. દારૂ સાથે ઝડપાયેલ શખ્સ પણ એરફોર્સ MES માં કર્મચારી હોવાનું સામે આવ્યું છે, જેની ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરાઈ છે.
📲Get App