🔥 TRENDING Avengers: Endgame Encore grosses Rs 17... Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa... Church Holds Celebration, Reports Sang...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહીસાગર પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા ગણપતિ વિસર્જન સ્થળોનું નિરીક્ષણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 10:38 AM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા જિલ્લાના વિવિધ ગણપતિ વિસર્જન સ્થળોની મુલાકાત લઈને સુરક્ષા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું..

મહીસાગરના-:
પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા આગામી ગણપતિ વિસર્જન પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ વિસર્જન સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા અને અન્ય આનુષંગિક તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.પોલીસ અધિક્ષક સફીન હસને જણાવ્યું હતું કે ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ, સુચારુ અને સલામત રીતે સંપન્ન થાય તે માટે મહીસાગર જિલ્લા પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે અધિકારીઓને તમામ જરૂરી પગલાં લેવાની સૂચના આપી હતી જેથી નાગરિકો કોઈપણ અડચણ વિના ધાર્મિક કાર્ય સંપન્ન કરી શકે..

આ નિરીક્ષણ દરમિયાન પોલીસ દ્વારા વિસર્જન સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાણીમાં ડૂબી જવાની ઘટનાઓને રોકવા માટે લાઇફગાર્ડ અને બોટની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
📲Get App