🔥 TRENDING TRAI Unveils Updated DND and MySpeed A... Delhi Experiences Early Winter: Septem... Delhi Alcohol Prices Set to Rise This... Kiccha Sudeep marks 30 years in cinema... Haryana Announces Relief Measures for... CM Saini Honors Haryana Athletes After...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાબરકાંઠા: અંબાજી દર્શન કરી પરત ફરતા યુવકને એસ.ટી. બસની ટક્કર, બાઇક સવારનું કમકમાટીભર્યું મોત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 08:06 PM 👁 44
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સીમલવાડાના એક યુવકનું એસ.ટી. બસની ટક્કર થતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે..

સાબરકાંઠામાં-:
એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સીમલવાડા ગામનો એક યુવક અંબાજી દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક એસ.ટી.બસે તેને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં બાઇક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો..

પરંતુ દુર્ભાગ્યે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.આ અકસ્માત સાબરકાંઠા જિલ્લામાં બન્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ એસ.ટી. બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે મૃતકની ઓળખ મેળવી તેના પરિવારજનોને જાણ કરી છે.
📲Get App