🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા: શહેરના આ વિસ્તારોમાં વાહનવ્યવહાર બંધ રહેશે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 02:54 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ શહેરમાં ગણેશ વિસર્જન શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને ૨૫ સપ્ટેમ્બરના રોજ અમુક વિસ્તારોમાં વાહનવ્યવહાર બંધ રાખવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે..

ભરૂચ જિલ્લામાં આગામી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી મધ્યરાત્રિ ૨૪:૦૦ કલાક સુધી ગણેશ વિસર્જન શોભાયાત્રા યોજાનાર છે. આ શોભાયાત્રા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ જે.બી. મોદી પાર્ક, કૃત્રિમ તળાવ, કૂકરવાડા નર્મદા નદી અને ભાડભૂત ગામ ખાતે વિસર્જન માટે પહોંચશે. મોટી મૂર્તિઓ ધરાવતી શોભાયાત્રાઓ શક્તિનાથ, લીંકરોડ, શ્રવણ ચોકડી થઈને ભાડભુત ખાતે જશે.કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા માટે, જાહેરનામા મુજબ શોભાયાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનવ્યવહારને બંધ રાખવામાં આવશે.આ પ્રતિબંધિત માર્ગોમાં કસક ગરનાળા થઈ ધોળીકુઈ ત્રણ રસ્તા,દાંડીયાબજાર થઈ હાજીખાના ત્રણ રસ્તા સુધીનો માર્ગ અને હાજીખાના બજાર ત્રણ રસ્તાથી ચકલા-જુના બજાર-પશ્ચિમ ચુનારવાડ-લાલબજાર તરફ જતો માર્ગનો સમાવેશ થાય છે.વધુમાં હાજીખાના ત્રણ રસ્તાથી સોનેરી મહેલ થઈ પાંચબત્તી તરફ જતો રસ્તો, પાંચબત્તીથી સેવાશ્રમ રોડ-શક્તિનાથ સર્કલ-શ્રવણ ચોકડી તરફ જતો રસ્તો, અને BSNL કચેરી - પાંચબત્તી - શાલીમાર ત્રણ રસ્તા - સિવિલ હોસ્પિટલ રોડ - પુનિતનગર સોસાયટી – ગીતાપાર્ક સોસાયટી થઈ શક્તિનાથ તરફ જતો રસ્તો પણ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.જો કે ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં ગણપતિજીની પ્રતિમા ધરાવતા વાહનોને આ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવશે.
📲Get App