🔥 TRENDING TRAI Unveils Updated DND and MySpeed A... Delhi Experiences Early Winter: Septem... Delhi Alcohol Prices Set to Rise This... Kiccha Sudeep marks 30 years in cinema... Haryana Announces Relief Measures for... CM Saini Honors Haryana Athletes After...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જાદર મેળામાં ટ્રાફિક વ્યવસ્થા અને ઉત્તમ કામગીરી બદલ જાદર પોલીસને અભિનંદન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 10:58 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના-: જાદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે.પટેલ મેડમ અને સમગ્ર સ્ટાફ દ્વારા જાદર મેળા દરમિયાન ટ્રાફિકની ઉત્તમ વ્યવસ્થા અને તાત્કાલિક પ્રતિસાદ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે..

સાબરકાંઠાના-:
જાદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે.પટેલ મેડમ અને સમગ્ર પોલીસ સ્ટાફને જાદર મેળા દરમિયાન તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મેળા દરમિયાન ટ્રાફિકની સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી,જે મુલાકાતીઓ માટે ખૂબ જ સુવિધાજનક રહી..

પોલીસ સ્ટાફે નાનીમાં નાની બાબતમાં પણ તાત્કાલિક હાજરી આપીને પરિસ્થિતિઓને ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળી હતી.તેમની આ સક્રિયતા અને પ્રતિબદ્ધતાએ મેળાના સરળ સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો.આપની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવા ખરેખર પ્રશંસનીય છે. જાદર પોલીસની આ કામગીરીને કારણે સ્થાનિક લોકો અને મુલાકાતીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.જાદર પોલીસને સલામ!
📲Get App