🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરને પૂર્ણ તાલુકો બનાવવાના મુદ્દે રાધનપુર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર અપાયું.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 24 Sep 2026, 05:34 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરને પૂર્ણ તાલુકો બનાવવાના મુદ્દે રાધનપુર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર અપાયું.
રાધનપુર / સાંતલપુર:
સાંતલપુર વિસ્તારના નાગરિકોની વહીવટી સુવિધા માટે સાંતલપુરને સ્વતંત્ર અને પૂર્ણ તાલુકો બનાવવાની લોકમાંગ હવે સઘન બની રહી છે. આજરોજ 'સાંતલપુર - વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ' અને 'સાંતલપુર તાલુકા સરપંચ એસોસિએશન' દ્વારા સંયુક્ત રીતે રાધનપુર પ્રાંત અધિકારીશ્રીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર અર્પણ કરવાના કાર્યક્રમમાં સાંતલપુર-વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિના મુખ્ય કન્વીનરશ્રી તેમજ સાંતલપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંત અધિકારીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી કે, સાંતલપુર અને તેની આસપાસના ગામોના સામાન્ય નાગરિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને પોતાના સરકારી કામકાજ, મહેસૂલી કામગીરી તેમજ દાખલાઓ કઢાવવા માટે વારાહી કચેરી સુધી લાંબુ અંતર કાપવું પડે છે. આ ભૌગોલિક અંતર અને હાલાકીના કારણે સ્થાનિક લોકોના સમય અને નાણાંનો મોટો વ્યય થાય છે. તેથી, વહીવટી સરળતા ખાતર ભૌગોલિક પુનઃરચના કરી સાંતલપુરને તાત્કાલિક ધોરણે પૂર્ણ તાલુકા મથકનો દરજ્જો ફાળવવામાં આવે.
આગામી દિવસોમાં આ પંથકના તમામ ગામોના સરપંચો અને જનતાને સાથે રાખીને આ બિનરાજકીય લોકલડતને વધુ વેગવંતી બનાવવાનો નિર્ધાર બંને સંગઠનોના હોદ્દેદારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રસારણ અર્થે મોકલનાર:
સાંતલપુર - વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ અને
સાંતલપુર તાલુકા સરપંચ એસોસિએશન
📲Get App