🔥 TRENDING Cricinfo publishes updated schedule of... Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર નજીક અકસ્માત: ગરનાળામાં પડી જતાં બે મિત્રોના મોત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 04:04 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નજીક નેશનલ હાઈવે-48 પર મોડી રાત્રે થયેલા બાઈક અકસ્માતમાં બે મિત્રોના કરૂણ મોત નીપજ્યા છે. એક મિત્ર ગરનાળાના પાણીમાં પડી જતાં તેને બચાવવા ગયેલો બીજો મિત્ર પણ ડૂબી ગયો હતો..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર નજીક કાંકરોલ પાસે નેશનલ હાઈવે-48 પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત બાદ એક યુવક ગરનાળાના પાણીમાં પડી ગયો હતો, અને તેને બચાવવા માટે ગયેલો તેનો મિત્ર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો..

આ દુર્ઘટનામાં ગામડી ગામના રહેવાસી અજયસિંહ પરમાર (ઉંમર 32) અને ભરતસિંહ પરમાર (ઉંમર 25)ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બંને મિત્રો જાદરના મેળામાં જવા માટે અલગ-અલગ બાઈક પર નીકળ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.મૃતદેહોને બહાર કાઢવાની અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
📲Get App