🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્પર્મ વ્હેલની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નાં ૧.૦૫૧ કિલોગ્રામ જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 04:12 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 'ઓપરેશન થંડર-૨૦૨૬' હેઠળ કાર્યવાહી કરતા સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નાં ૧.૦૫૧ કિલોગ્રામ જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. આ મુદ્દામાલની કિંમત આશરે ૧ કરોડ ૫ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે..

ભારત સરકાર દ્વારા વન્યજીવો અને વનસંબંધી ગુનાઓ તથા તેની ગેરકાયદેસર હેરફેર સામે "ઓપરેશન થંડર-૨૦૨૬" શરુ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનને સફળ બનાવવા અને જમીની તેમજ દરિયાઈ જીવોને બચાવવા તેમજ તેમના ગેરકાયદેસર ધંધા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ત્રણ ઇસમો સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી, જેને એમ્બરગ્રીસ કહેવાય છે,તેને વેચાણ તેમજ હેરફેર કરવાના હેતુથી નરોડા વિસ્તારમાં ફરી રહ્યા છે.આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી..

ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નો કુલ ૧.૦૫૧ કિલોગ્રામ જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે ૧,૦૫,૧૦,૦૦૦/- (એક કરોડ પાંચ લાખ દસ હજાર) રૂપિયા આંકવામાં આવી છે.આરોપીઓ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ અને ઝડપાયેલા ઇસમો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ આ ગેરકાયદેસર વેપારમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
📲Get App