🔥 ट्रेंडिंग ग्राम राजपुर धाम में भगवान गणेश जी विस... સુરતના બમરોલી રોડ પર કારખાનાના ગેલેરીમ... राजस्थान में हुई पंचायती चुनाव की प्रक... आष्टा जिला सीहोर के वार्ड नंबर 4 महीनो... हनुमान अंश ने 52 दिन में विश्वव्यापी ₹... मार्वल की 'एवेंजर्स एंडगेम एनकोर' ने 3...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો વળાંક: પોસ્ટમોર્ટમ કરનાર રૂપકુમાર શાહનો દાવો, શરીર પર ફાંસીના નહીં પણ મારપીટના નિશાન હતા
मनोरंजन

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો વળાંક: પોસ્ટમોર્ટમ કરનાર રૂપકુમાર શાહનો દાવો, શરીર પર ફાંસીના નહીં પણ મારપીટના નિશાન હતા

✍️ रिपोर्टर: Vipul bhai raval 🗓 12 सित. 2026, 12:40 PM 👁 53
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં પોસ્ટમોર્ટમ કરનાર રૂપકુમાર શાહે દાવો કર્યો છે કે અભિનેતાના શરીર પર મારપીટના નિશાન હતા અને તેમનું ગળું દબાવવાનો પ્રયાસ કરાયો હતો.

બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. અભિનેતાનું પોસ્ટમોર્ટમ કરનાર રુપ કુમાર શાહે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેનાથી આ સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.

પોસ્ટમોર્ટમ કરનાર રુપ કુમાર શાહે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના શરીર ઉપર ફાંસીના નહીં પરંતુ મારપીટના નિશાન હતા. તેમણે વધુમાં દાવો કર્યો છે કે અભિનેતાને ૩ થી ૪ વાર સ્ટેન ગનથી શોક આપવામાં આવ્યો હતો અને ૨ થી ૩ વાર ગળું દબાવીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ મામલામાં સૌથી આશ્ચર્યની વાત એ સામે આવી છે કે સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાવવામાં આવ્યું નહોતું. આ નવા ખુલાસા બાદ આ કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
📲Get App