🔥 TRENDING Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સલાદરા કબ્રસ્તાનમાં મજલેસાબ બાવાની તુરબત હલવાની ઘટના ફેલાયેલી
Religion

સલાદરા કબ્રસ્તાનમાં મજલેસાબ બાવાની તુરબત હલવાની ઘટના ફેલાયેલી

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 08 Sep 2026, 08:12 PM 👁 148
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સલાદરા કબ્રસ્તાનમાં મજલેસાબ બાવાની તુરબત હલાઈ રહી છે એવી વાત અકીદતમંદો વચ્ચે ફેલાઈ છે.

સલાદરા કબ્રસ્તાનમાં મજલેસાબ બાવાની તુરબત હલાઈ રહી છે એવી જાણકારી મળી છે.

આ ઘટનાની માહિતી અકીદતમંદો વચ્ચે ઝડપથી ફેલાઈ છે, જે સ્થળની પવિત્રતા વિશે ચિંતા વ્યક્ત કરે છે.

વિશ્વાસીઓએ આ બાબતને ગંભીરતાથી લઈ, તુરબતની સુરક્ષા માટે પગલાં લેવા માંગે છે.

*સલાદરા કબ્રસ્તાનમાં મજલેસાબ બાવાની તુરબત હલવાની ઘટનાની વાત ફેલાતા અકીદતમંદો ઉમટ્યા*


વાગરાના સલાદરા કબ્રસ્તાનમાં મજાર હલવાની ઘટનાની વાત ફેલાતા અકીદતમંદો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
હઝરત મજલેસાબ બાવાની તુરબત પાસે ફૂલ-ફાતેહા બાદ બની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકોએ સલાતો-સલામ પેશ કરી દુઆઓ ગુજારી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામમાં આવેલા કબ્રસ્તાન ખાતે સોમવારના રોજ હઝરત મજલેસાબ બાવાની દરગાહ પર એક અનોખી ઘટના બન્યાની વાતને પગલે શ્રદ્ધાળુઓમાં કુતૂહલ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, વાગરા વિસ્તારના કેટલાક યુવાનો હઝરત મજલેસાબ બાવાની તુરબત પર ફૂલ-ફાતેહા માટે સલાદરા કબ્રસ્તાન ખાતે ગયા હતા. દરમિયાન અચાનક દરગાહ હલવા લાગી હોવાનો અનુભવ યુવાનોએ કર્યો હતો. ઘટનાની જાણ થતાં મજાર પર હાજર યુવાનોએ ટેલિફોન મારફતે હઝરત આમીન બાપુને જાણ કરી હતી. જાણ થતાં તેઓ તાત્કાલિક સલાદરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા.દરમિયાન આ ઘટનાની વાત આસપાસના ગામોમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં અકીદતમંદો સલાદરા કબ્રસ્તાન ખાતે ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા સલાતો-સલામ પેશ કરી દુઆઓ ગુજારવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર સ્થળે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગને અનુસંધાને મંગળવારની સાંજે અસરની નમાજ બાદ સલાદરા કબ્રસ્તાન ખાતે ફાતેહા ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાગરા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને શ્રદ્ધાપૂર્વક ફાતેહા અદા કરી દુઆઓ ગુજારી હતી.આ ઘટનાને શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને માન્યતા સાથે જોઈ રહ્યા છે.
📲Get App