🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માતૃભાષા, સાહિત્ય અને વાંચનની સંસ્કૃતિના સંવર્ધન માટે અનોખી પહેલ

માતૃભાષા, સાહિત્ય અને વાંચનની સંસ્કૃતિના સંવર્ધન માટે અનોખી પહેલ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 08 Sep 2026, 11:42 AM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમાજમાં વાંચનની ટેવને પુનઃજીવંત કરવાના ઉમદા હેતુથી શ્રી અરવિંદ કેન્દ્ર, સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતે તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ‘પુસ્તક પરબ’ નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શ્રી અરવિંદ કેન્દ્ર અને માતૃભાષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે આ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રીમતી પારુલબેન મહેતા, સુશ્રી અનિતાબેન ચાવડા, શ્રીમતી રીંકુબેન ઉપાધ્યાય તથા શ્રીમતી એકતાબેન યાજ્ઞિકે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
આ ડિજિટલ યુગમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે નવી પેઢીને પુસ્તકો સાથે જોડવી અને વાંચનની ટેવ વિકસાવવી સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.
શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે શરૂ થયેલા આ પુસ્તક પરબને પ્રથમ દિવસે મળેલો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ વાંચનપ્રેમીઓ માટે આશાસ્પદ બની રહ્યો છે.
📲Get App