🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેરાવળમાં જન્માષ્ટમી નિમિત્તે કિશોરભાઈ કુહાડા દ્વારા ભવ્ય દહીં હાંડી મટકી ફોડ મહોત્સવ
धर्म

વેરાવળમાં જન્માષ્ટમી નિમિત્તે કિશોરભાઈ કુહાડા દ્વારા ભવ્ય દહીં હાંડી મટકી ફોડ મહોત્સવ

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 05 सित. 2026, 10:16 AM 👁 75
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળ શહેરમાં પવિત્ર જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને ખારવા સમાજના અધ્યક્ષ દ્વારા દહીં હાંડી મટકી ફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમુદાયનાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

વેરાવળ શહેરમાં પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તેમજ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા, પાટણ-સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તથા ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને વેરાવળ મગરા ગ્રુપ દ્વારા મુખ્ય સટ્ટા બજાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ચોક (હવેલી પાસે) ખાતે ભવ્ય દહીં હાંડી મટકી ફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં કિશોરભાઈ કુહાડા દ્વારા પ્રોત્સાહક ઇનામ સાથે વિજેતા ટીમને સન્માનિત કરવામાં આવ્યું. અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, વેરાવળ શહેર BJP પૂર્વ પ્રમુખ મોહનભાઈ દેવરિયા, માલધારી સમાજના અગ્રણી ભુપતભાઈ કોરીયાટર, ગીર સોમનાથ જિલ્લા BJP પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીલી ગીલી ગ્રુપના સભ્યો લાલાભાઈ, બાબુભાઈ ચોપડા, કૈલાસભાઈ કોટેચા, સોરઠીયા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, હાડી સમાજના અધ્યક્ષ અમૃતાબેન અખિયા, દરબાર સમાજના અગ્રણી રમજુભાઈ ચાવડા, ગીર સોમનાથ જિલ્લા BJP રમતગમત શેલના સંયોજક વિમલભાઈ ફોફંડી, ખારવા સમાજના કમલેશભાઈ કુહાડા, હર્ષભાઈ કુહાડા, ઓમીભાઈ કુહાડા, ઇન્દ્રભાઈ કુહાડા તેમજ વેરાવળ મગરા ગ્રુપના તમામ સભ્યો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

શહેરમાં હિન્દુ સમાજના તહેવારોને શાંતિપૂર્ણ અને ધામધૂમથી ઉજવવા માટે સતત કાર્યરત રહેનારા વેરાવળ સિટી PI ગઢવી સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફને આ તકે વિશેષ સન્માન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં વેરાવળ પોલીસ સ્ટાફ અને શહેરની ધર્મપ્રેમી જનતાનો બહોળો સાથ-સહકાર જોવા મળ્યો, જેના કારણે ઉજવણી નિરાંતે અને સમૃદ્ધિપૂર્ણ રીતે પૂર્ણ થઈ.
📲Get App