🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરપુર તાલુકાના ડેભારી ગામે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી, બાલ કૃષ્ણના હાથે મટકી ફોડી પર્વની ઉજવણી કરવામાં આવી..
Local

વિરપુર તાલુકાના ડેભારી ગામે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી, બાલ કૃષ્ણના હાથે મટકી ફોડી પર્વની ઉજવણી કરવામાં આવી..

✍️ Reporter: SAGAR PATEL 🗓 04 Sep 2026, 06:22 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામે જન્માષ્ટમી પર્વની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી”ના નાદ સાથે સમગ્ર ગામ ભક્તિમય વાતા

વિરપુર તાલુકાના ડેભારી ગામે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી, બાલ કૃષ્ણના હાથે મટકી ફોડી પર્વની ઉજવણી કરવામાં આવી..


મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામે જન્માષ્ટમી પર્વની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી”ના નાદ સાથે સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.ડેભારી ગામના સરદાર પટેલ ચોક ખાતે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે ગામના જ એક બાળકને બાલ કૃષ્ણના સ્વરૂપમાં શણગારવામાં આવ્યો હતો. ત્યારબાદ બાલ કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલ સાથે સમગ્ર ગામમાં કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન ગ્રામજનોએ બાલ કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ડીજેના તાલે “નંદ ઘેર આનંદ ભર્યો”, “જય કનૈયા લાલ કી” તેમજ “હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી” જેવા ભક્તિગીતો ગુંજી ઉઠ્યા હતા. યુવાનો સહિત ગ્રામજનો ગીતોના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર ગામમાં જન્માષ્ટમીનો માહોલ છવાયો હતો.
શોભાયાત્રા સરદાર પટેલ ચોક ખાતે પહોંચ્યા બાદ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી. અંતે બાલ કૃષ્ણના હાથે મટકી ફોડાવી જન્માષ્ટમી પર્વની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App