🔥 TRENDING India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર તાલુકા ના વૌવા ગામ માં આજે સવારે હડકાયા સિયાળ એ આતંક મચાવતા ગામ માં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સિયાળ એ ગામ ની શેરીઓ માં ઘુસી ને અચાનક લોકો પર હુમલો કર્યો હતો

સાંતલપુર તાલુકા ના વૌવા ગામ માં આજે સવારે હડકાયા સિયાળ એ આતંક મચાવતા ગામ માં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સિયાળ એ ગામ ની શેરીઓ માં ઘુસી ને અચાનક લોકો પર હુમલો કર્યો હતો

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 30 Aug 2026, 07:14 AM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામ માં હડકાયા સિયાળ નો આતંક, 10 થી 15 લોકો ને કરડતા ફફડાટ
સાંતલપુર તાલુકા ના વૌવા ગામ માં આજે સવારે હડકાયા સિયાળ એ આતંક મચાવતા ગામ માં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સિયાળ એ ગામ ની શેરીઓ માં ઘુસી ને અચાનક લોકો પર હુમલો કર્યો હતો.
આ ઘટના માં 10 થી 15 જેટલા યુવાનો અને મહિલાઓ ને સિયાળ એ બચકા ભરતા ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તો માં મહિલાઓ અને યુવાનો નો સમાવેશ થાય છે. એક સાથે આટલા બધા લોકો ને કરડતા ગામ માં અફરાતફરી મચી ગઈ હતી.
તમામ ઈજાગ્રસ્તો ને ધારપુર હોસ્પિટલ ખસેડાયા
ગામ લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગ્રસ્તો ને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ માં તમામ ને હડકવા ની રસી અને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
આ બનાવ ની જાણ વન વિભાગ ને કરવામાં આવતા વન વિભાગ ની ટીમ વૌવા ગામ તરફ રવાના થઈ છે.
ગામ લોકો માં હાલ ભય નો માહોલ છે અને લોકો ને ઘર ની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે
📲Get App