🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રિટોરિયામાં નકલી પોલીસ તરીકે દેખાતા સશસ્ત્રો દ્વારા ભરૂચના વેપારી આસિફ ઘાસીયાનું અપહરણ
Crime

પ્રિટોરિયામાં નકલી પોલીસ તરીકે દેખાતા સશસ્ત્રો દ્વારા ભરૂચના વેપારી આસિફ ઘાસીયાનું અપહરણ

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 29 Aug 2026, 08:14 PM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં નકલી પોલીસ તરીકે કામ કરતા સશસ્ત્રો દ્વારા મૂળ ભરૂચના વેપારી આસિફ ઘાસીયાનું અપહરણ થયું.

Bharuch News: દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં રહેતા મૂળ ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસરના વેપારી આસિફ ઘાસીયાનું સશસ્ત્ર શખ્સોએ અપહરણ (South Africa Kidnapping) કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ કાર ચેકિંગના બહાને વેપારીની ગાડી અટકાવી હતી અને ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક બીજી કારમાં બેસાડી અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાનો આક્ષેપ છે.

મળતી માહિતી મુજબ, આસિફ ઘાસીયા મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરના વતની છે અને હાલ પરિવાર સાથે દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં રહે છે. તેઓ ત્યાં વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. આસિફભાઈ પોતાની કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં કેટલાક શખ્સોએ તેમની ગાડી રોકી હતી. શખ્સોએ પોતે પોલીસ હોવાનો સ્વાંગ રચી કાર ચેકિંગના બહાને તેમને રોક્યા હોવાનું સામે આવ્યું છે.

ભારત સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ
પરિવારે ભારત સરકારને અપીલ કરી છે કે દક્ષિણ આફ્રિકાની સરકાર અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને આસિફ ઘાસીયાની શોધખોળ અને સુરક્ષિત મુક્તિ માટે જરૂરી પગલાં લેવામાં આવે. પરિવારની અપીલ છે કે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલન કરવામાં આવે અને આસિફભાઈને સહીસલામત પરિવાર પાસે પરત લાવવામાં આવે.
📲Get App