🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પારડી બ્રિજ નીચે ટેમ્પો પિકઅપનું પલટી, ડ્રાઈવરે ફરાર, જાનહાનિ ટળી
Local

પારડી બ્રિજ નીચે ટેમ્પો પિકઅપનું પલટી, ડ્રાઈવરે ફરાર, જાનહાનિ ટળી

✍️ Reporter: Makvana Chandravadan Bahadurbhai 🗓 25 Aug 2026, 08:10 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંગળવારે સાંજે પારડી ચાર રસ્તા બ્રિજ નીચે નાસિક તરફથી આવતો શાકભાજી ભરેલો ટેમ્પો પિકઅપ ઝડપથી પલટી ગયો, ડ્રાઈવરે વાહન છોડીને ભાગી ગયો અને કોઈ જાનહાનિ ન થઈ.

મંગળવારે સાંજે લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ પારડી ચાર રસ્તા બ્રિજ નીચે નાસિક તરફથી શાકભાજી ભરેલો ટેમ્પો પિકઅપ ઝડપથી આવી રહ્યો હતો. ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો અને વાહન ધડાકા ભેર પલટી માર્યો, પરંતુ ઘટના સમયે સામે કોઈ અન્ય વાહન કે રાહદારી નહોતું, તેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

પલટી પછી ડ્રાઈવરે વાહન સ્થળ ઉપર જ મૂકી ભાગી ગયો. પોલીસે સ્થળ પર તપાસ કરી, પરંતુ ડ્રાઈવર હજુ પણ ફરાર છે.

આ વિસ્તાર ગ્રામ્ય માર્ગ છે જ્યાં સ્થાનિક લોકોની સત્તત અવરજવર રહે છે. નાસિક તરફથી આવતાં પિકઅપ ટેમ્પો ચાલકો અવારનવાર બે ફામ સ્પીડે વાહનો ચલાવે છે, જેના કારણે માર્ગ પર અનેક અકસ્માતો સર્જાય છે. અગાઉ પણ પોલીસે આવા બેફામ દોડતા ટેમ્પો ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ ડ્રાઈવરોમાં કોઈ ખોફ નથી.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસને આ માર્ગ પર કાયમી ધોરણે કડક જુબેશ ચલાવવા માંગ ઉઠી છે.

અધિકારીઓને સલાહ આપવામાં આવે છે કે માર્ગ સુરક્ષા માટે વધુ કડક નિયંત્રણ અને દેખરેખ રાખવી જોઈએ, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
📲Get App