🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેરાવળમાં દશામાના વ્રતના દસમા દિવસે હરસિધ્ધિ સોસાયટી ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાયો
Religion

વેરાવળમાં દશામાના વ્રતના દસમા દિવસે હરસિધ્ધિ સોસાયટી ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાયો

✍️ Reporter: Sudip Gadhiya 🗓 22 Aug 2026, 06:40 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળની હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા દશામાં મંદિરે વ્રતના દસમા દિવસે ભક્તિમય માહોલ વચ્ચે જીતુભાઈ કુહાડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

વેરાવળ ખાતે તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા દશામાં મંદિરે વ્રતના દસમા દિવસે ભક્તિમય વાતાવરણમાં દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મંદિરના પૂજારી હર્ષદગીરી બાપુ, મંદિરના સભ્યો જીતુભાઈ રાવલ, અશોકભાઈ વાઘેલા, ધનસુખભાઈ મહેતા તથા દશામાં મિત્ર મંડળ દ્વારા જીતુભાઈ કુહાડાનું ફૂલહાર, સાલ અને મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે કડવા પટેલ સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદભાઈ વાજા, દરબાર સમાજના રમજુભા ચાવડા અને અજયભાઈ ધારેચા સહિતના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, દશામાં મંદિરના પૂજારી, તમામ સભ્યો અને દશામાં મિત્ર મંડળના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહીને દર્શનનો લાભ લીધો હતો.
📲Get App