🔥 TRENDING Ujjain protest over road widening turn... આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાગરા તાલુકાની DAK CHEMICALS માં ભયંકર આગ, કોઈ જાનહાનિ નહીં
Local

વાગરા તાલુકાની DAK CHEMICALS માં ભયંકર આગ, કોઈ જાનહાનિ નહીં

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 15 Sep 2026, 08:50 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા તાલુકાની DAK CHEMICALS PVT. LTD. માં અચાનક આગ ફાટી નીકળીને આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા મચાવી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં DAK CHEMICALS PVT. LTD. માં અચાનક આગ ફાટી નીકળીને કાળા ધુમાડા દૂર-દૂર સુધી આકાશમાં ફેલાયા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પ્રાથમિક અંદાજ મુજબ કંપનીને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી. ૬ થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો ભારે મારો ચલાવ્યો. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વાગરા પોલીસ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ.
📲Get App