🔥 TRENDING બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... Nara Lokesh Highlights Movement from M...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું અમરેલીમાં ઇકો અર્થ ફાઉન્ડેશન દ્વારા ‘I am ClimateHero’ પહેલ શરૂ કરવામાં આવી ; જૂના વિકસિત વૃક્ષોની જાળવણી-સાચવણી અને માવજત કરવાનું લક્ષ્યાંક

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 28 Sep 2026, 11:12 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું

અમરેલીમાં ઇકો અર્થ ફાઉન્ડેશન દ્વારા ‘I am ClimateHero’ પહેલ શરૂ કરવામાં આવી ; જૂના વિકસિત વૃક્ષોની જાળવણી-સાચવણી અને માવજત કરવાનું લક્ષ્યાંક

અમરેલી સ્થિત ગાંધીબાગ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત શહેરના હોદ્દેદારશ્રીઓએ વડાપ્રધાનશ્રીના રેડિયો કાર્યક્રમ - ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કર્યું

અમરેલી તા. ૨૭ સપ્ટેમ્બર
આઇ.ટી.આઇ. અમરેલી ખાતે પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ સાથે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ તકે રાજ્યમંત્રીશ્રીએ પ્રકૃતિના જતન માટે વૃક્ષોનું મહત્વ સમજાવી, ઉપસ્થિત યુવાનો અને નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ પર્યાવરણની સુરક્ષા માટે સક્રિય સહભાગી બનીને સમાજમાં એક અનેરો સકારાત્મક સંદેશ પ્રસરાવવા અપીલ કરી હતી.

પર્યાવરણ સંરક્ષણની ઝુંબેશના ભાગરૂપે, ઇકો અર્થ ફાઉન્ડેશન દ્વારા 'પ્રોજેક્ટ નવજીવન' હેઠળ અમરેલી વિસ્તારમાં એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર નવા છોડ રોપવા પૂરતું મર્યાદિત ન રહેતા, વિસ્તારના વર્ષો જૂના અને વિકસિત થઈ ચૂકેલા વૃક્ષોની યોગ્ય જાળવણી, સાચવણી તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરવાના વિશેષ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ફાઉન્ડેશનના પ્રયાસો અમરેલીના હરિયાળા વાતાવરણને ટકાઉ બનાવવામાં ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે જરૂરી ગ્રીન કવર વિકસિત કરવું, નવા વૃક્ષો રોપણની સાથે હયાત જૂના વૃક્ષોની જાળવણી પણ મહત્વની છે. આ હયાત વૃક્ષો વધુ ઓક્સિજન પૂરું પાડે છે. વૃક્ષોની વધુ સારી રીતે માવજત અને જાળવણી કરીને વધુમાં વધુમાં ઓક્સિજન ઉત્સર્જન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનું લક્ષ્યાંક છે.

આજરોજ અમરેલી સ્થિત ગાંધીબાગ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ અમરેલી શહેરના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ,સ્વચ્છતા કર્મવીરોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ નું સામૂહિક શ્રવણ પણ કર્યું હતું. આ તકે રાજ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ વડાપ્રધાનશ્રી દ્વારા દેશના વિવિધ ભાગોમાં ચાલતા પ્રેરણાદાયી કાર્યો, સામાજિક ક્રાંતિ, સ્વચ્છતા અને વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ, પર્યાવરણના સંરક્ષણને લગતા કાર્યો, જલ શક્તિ અને સ્વનિર્ભરતાના નવતર વિચારોને ખૂબ જ રસપૂર્વક શ્રવણ કરી, કાર્યક્રમ નિહાળીને રાષ્ટ્રનિર્માણના આ મહાઅભિયાનમાં સક્રિય યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો
📲Get App