🔥 ट्रेंडिंग 'Preमादा ओराळी' तीसरी तारीख पर भी बाजा... keerthy Suresh ने अलग-अलग भूमिकाएँ नि... कर्नाटक सरकार ने ग्रुहा लक्ष्मी योजना... एनडीए ने कांग्रेस‑शासित राज्य में एमएल... राजस्थान पंचायत चुनाव: 22 जिलों में आज... भारत और HD ह्युंडाइ ने तमिलनाडु में ग्...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

Bhim army

✍️ रिपोर्टर: Sabir Haji 🗓 28 अक्टू. 2026, 02:25 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દેવભૂમિ દ્વારકા: રૂપેણ બંદરની ૩૯૪ થી વધુ OBM બોટોની અઘૂરી તપાસ અને ૧૪૪ સર્ટિફિકેટ-લાયસન્સ પેન્ડિંગ મામલે આવેદનપત્ર પાઠવાયું
દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરની OBM માછીમારી બોટોના પ્રશ્નો અને તેની અધૂરી તપાસ બાબતે 'ભીમ આર્મી' દ્વારા જિલ્લા કલેક્ટરને ગંભીર રજૂઆત કરવામાં આવી છે. ભીમ આર્મી, પોરબંદર-ગીર સોમનાથના જિલ્લા ઉપાધ્યક્ષ ભೇસલીયા અમીન કાસમ દ્વારા આ મામલે આવેદનપત્ર પાઠવીને ત્વરિત અને ન્યાયિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
મુખ્ય મુદ્દાઓ:
* અધૂરી તપાસ અને પેન્ડિંગ કામગીરી:
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગત તા. ૨૯-૦૯-૨૦૨૬ના રોજ માત્ર ૬ બોટોની જ તપાસ કરવામાં આવી હતી, જ્યારે હજુ પણ ૩૯૪ થી ૪૯૪ જેટલી બોટોની પુનઃતપાસ અને ૧૪૪ સર્ટિફિકેટ તેમજ લાયસન્સની પ્રક્રિયા પેન્ડિંગ છે.
* ગાંધીનગરના આદેશની અવગણના:
ગાંધીનગરના ડેપ્યુટી ડિરેક્ટર રાહુલ આર. લશ્કરી દ્વારા તા. ૧૨/૧૦/૨૦૨૬ના રોજ 'For Necessary Immediate Action' નો હુકમ કરી ઓખા કચેરીને મોકલવામાં આવ્યો હોવા છતાં, આજદિન સુધી અધિકારીઓ દ્વારા સ્થળ પર પુનઃ તપાસ ન કરાતા ઉચ્ચ અધિકારીના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યાનો આક્ષેપ કરાયો છે.
* માછીમારોને પડતી મુશ્કેલીઓ:
બેટોનું મર્ચન્ટ શિપિંગ એક્ટ, ૧૯૫૮ હેઠળ રજિસ્ટ્રેશન ન થયું હોવાને કારણે માછીમારો સરકારશ્રીની પેટ્રોલ સબસીડી, વીમાનો લાભ તેમજ અન્ય યોજનાકીય લાભોથી વંચિત રહી રહ્યા છે. ઉપરાંત, દરિયામાં પકડાઈ જવાનો ડર અને દંડની તલવાર પણ લટકી રહી છે.
* મોટી આજીવિકાનો પ્રશ્ન:
આ બાબત ખૂબ જ ગંભીર હોય, આશરે ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા માછીમારોના પરિવારોની આજીવિકા સીધી આની સાથે જોડાયેલી છે.
પ્રશાસન પાસે ઉગ્ર માંગ:
રૂપેણ બંદરની બાકી રહેલી તમામ બોટોની વિડિયોગ્રાફી સાથે ત્વરિત પુનઃતપાસ કરવામાં આવે, નિયમાનુસાર ૧૪૪ સર્ટિફિકેટ લાયસન્સ તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને બોટોનું રજિસ્ટ્રેશન વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ભારપૂર્વકની માંગ કરવામાં આવી છે.
📲Get App