વિકસિત ભારત@2047ના નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી માટે પાટણમાં ‘વિકસિત ભારત યુવા સંવાદ’ યોજાયો

મતદાન જાગૃતિથી લઈને રમતગમત સુધીના વિષયો પર યુવા આઇકોન્સે યુવાનો સાથે કર્યો સંવાદ
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત MY Bharat દ્વારા પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) ખાતે આવેલા મ્યુઝિયમ હોલમાં ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા યુવાનોની સક્રિય ભાગીદારી વધારવા, લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવવા અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકાને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલે યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે નેતૃત્વ, જાહેર સેવા અને દેશના વિકાસમાં યુવા પેઢીની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરી યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે યુવા આઇકોન શ્રી અપુર્વ પટેલે ‘નો યોર વોટ’ (Know Your Vote) વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં મતદાનનું મહત્વ, ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતિ, મતદાર તરીકેના અધિકારો અને નાગરિક તરીકેની ફરજો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. લોકશાહીને મજબૂત બનાવવા યુવાનો જાગૃત રહીને યોગ્ય અને માહિતીસભર મતદાન કરે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જ્યારે સ્પોર્ટ્સ આઇકોન અને ફેન્સિંગ ખેલાડી સુશ્રી મિત્વા ચૌધરીએ રમતગમત ક્ષેત્રે પોતાના અનુભવો યુવાનો સાથે શેર કર્યા હતા. તેમણે રમતગમતમાં સફળતા મેળવવા માટે શિસ્ત, સમર્પણ, સતત મહેનત અને દૃઢ નિશ્ચયનું મહત્વ સમજાવ્યું હતું. યુવાનોને પોતાની ક્ષમતા ઓળખી જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સંવાદ કાર્યક્રમ યુવાનોને જાહેર પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના પ્રેરણાદાયી વ્યક્તિત્વો સાથે સીધો સંવાદ સાધવાની તક પૂરી પાડવાની સાથે લોકશાહી જવાબદારીઓ, યુવા નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણ અંગે જાગૃતિ કેળવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા MY Bharat કચેરી, પાટણ દ્વારા જિલ્લા યુવા અધિકારી સુશ્રી કાજલ સેહરાવતના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, MY Bharat દ્વારા આવા કાર્યક્રમોના માધ્યમથી યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, નાગરિક જવાબદારી, લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિકસાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે વિકસિત ભારત@2047ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.