🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમિરભાઈ દતાણીનું 57મું રક્તદાન, જુનાગઢમાં ગિરનારી ગ્રૂપને પ્રેરણા
Health

સમિરભાઈ દતાણીનું 57મું રક્તદાન, જુનાગઢમાં ગિરનારી ગ્રૂપને પ્રેરણા

✍️ Reporter: Sudip Gadhiya 🗓 03 Sep 2026, 03:14 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના ગિરનારી ગ્રૂપના અગ્રેસર સમિરભાઈ દતાણીએ 57મી વાર રક્તદાન કરીને સેવા અને સમર્પણનું ઉદાહરણ સ્થાપિત કર્યું.

જૂનાગઢના પ્રેરણાદાયી ગિરનારી ગ્રૂપના અગ્રેસર અને સેવાના હરતું-ફરતું નામ શ્રી સમીરભાઈ દતાણીએ 57મી વખત રક્તદાન કરીને માનવસેવાર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સમિરભાઈનું મૌન અને સેવા પ્રત્યેનું સમર્પણ "જ્યારે શબ્દો વિરામ લે છે, ત્યારે સાચી સેવા શરૂ થાય છે; મૌનની તાકાત અનેકગણી હોય છે" જેવા વિચારોમાં સ્પષ્ટ થાય છે, જે ગિરનારી ગ્રૂપની સેવા યાત્રાને વધુ મજબૂત બનાવે છે.

શિવમ્ ચક્ષુદાન - આરેણા, વંદેમાતરમ્ ગ્રૂપ, સંજીવની નેચર ફાઉન્ડેશન, માંગરોળ સહિત અનેક સંગઠનો દ્વારા સમીરભાઈને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યું છે.

"રક્તદાન એ જ મહાદાન" સૂત્રને ચરિતાર્થ કરતા સમીરભાઈ અને ગિરનારી ગ્રૂપની સેવાયાત્રા અવિરત ચાલતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
📲Get App