🔥 TRENDING Minor alleges sexual abuse at Indian a... Three arrested in Mangaluru after poli... Two suspects arrested in murder of Hin... 3-year-old child killed as driver fall... Seer’s Car Collides with Divider in Un... மாவட்ட கபடி போட்டி.
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વૌવા ગામે મેઘમહેર વચ્ચે વીજળીનો કહેરઃ 35ઘેટાં-બકરાંનાં મોત
સાંતલપુર તાલુકાના વૌવા ગામે મંગળવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

વૌવા ગામે મેઘમહેર વચ્ચે વીજળીનો કહેરઃ 35ઘેટાં-બકરાંનાં મોત સાંતલપુર તાલુકાના વૌવા ગામે મંગળવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 15 Sep 2026, 07:54 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામે મેઘમહેર વચ્ચે વીજળીનો કહેરઃ 35ઘેટાં-બકરાંનાં મોત
સાંતલપુર તાલુકાના વૌવા ગામે મંગળવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ મહેર કરી હતી. જોકે વરસાદ સાથે પડેલી વીજળી સ્થાનિક પશુપાલકો માટે આફત બની હતી. વીજળી પડતાં આશરે 35 જેટલા ઘેટાં-બકરાંનાં મોત થતાં ગરીબ પશુપાલક પરિવારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
ઘટનાની જાણ થતાં વૌવા ગામના સરપંચ તેમજ સેવાભાવી લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પશુઓનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પશુચિકિત્સકને બોલાવવામાં આવ્યા હતા અને મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ બાદ વીજળી પડવાથી જ પશુઓનાં મોત થયાં હોવાનું સ્પષ્ટ થયું હોવાનું જણાવાયું હતું. જેના કારણે આ કુદરતી આફતમાં પશુપાલકોનાં કિંમતી પશુધનનું નુકસાન થયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃત પશુઓમાં કેટલાક ઘેટાં ગર્ભવતી પણ હતા. એકસાથે મોટી સંખ્યામાં પશુઓનાં મોત થતાં પશુપાલકોમાં ભારે દુઃખ અને ચિંતા જોવા મળી રહી છે.
વૌવા ગામના ગ્રામજનો અને પશુપાલક પરિવારોએ સરકારને રજૂઆત કરી છે કે વીજળી પડવાથી થયેલા પશુધનના નુકસાનની યોગ્ય નોંધ લઈ નિયમ મુજબ સરકારી સહાય ચૂકવવામાં આવે, જેથી આર્થિક રીતે નબળા પરિવારોને થોડી રાહત મળી શકે.
કુદરતી આફતના કારણે પશુધન ગુમાવનારા પરિવારોને તાત્કાલિક સહાય મળે તેવી માંગ ઉઠી છે.
📲Get App