🔥 TRENDING Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં 28 જુલાઈ ઐતિહાસિક પત્રકાર સંમેલન દેશભરના પત્રકારો આવશે

ગાંધીનગરમાં 28 જુલાઈ ઐતિહાસિક પત્રકાર સંમેલન દેશભરના પત્રકારો આવશે

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 23 Jul 2026, 07:16 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરમાં 28 જુલાઈ ઐતિહાસિક પત્રકાર સંમેલન દેશ પરના પત્રકારો આવશે પત્રકાર સુરક્ષા કાયદો અમારો અધિકાર આ સૂત્ર સાથેABPSS નું ભવ્ય સંમેલન

*ગાંધીનગરમાં 28 જુલાઈએ ઐતિહાસિક પત્રકાર સંમેલન, દેશભરના પત્રકારો આવશે
પત્રકાર સુરક્ષા કાયદો... અમારો અધિકાર" - આ સૂત્ર સાથે ABPSSનું ભવ્ય સંમેલન ગાંધીનગર
પત્રકારોની સુરક્ષા અને હકોને વધુ મજબૂત બનાવવાની માંગ સાથે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ABPSS ગુજરાત પ્રદેશ દ્વારા 28 જુલાઈ 2026, મંગળવારના રોજ ગાંધીનગર ખાતે "ઐતિહાસિક પત્રકાર સંમેલન"નું આયોજન કરવામાં આવ્યું છે.

ABPSS દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો 26 જુલાઈથી જ ગુજરાતમાં આવવાના છે. તેઓ ABPSS ગુજરાતના મહેમાન તરીકે આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. પત્રકારોના આગમન, રહેવા, જમવા અને અન્ય તમામ વ્યવસ્થાઓ માટે સમગ્ર ગુજરાત ABPSS સંગઠન દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય "પત્રકાર સુરક્ષા કાયદા" ને વધુ મજબૂત બનાવવાનો છે. સંમેલનમાં પત્રકારો પર થતા હુમલા, દબાણ અને ધમકીઓના મુદ્દે ચર્ચા કરીને સરકાર સમક્ષ કડક કાયદાની માંગ કરવામાં આવશે.
આ કાર્યક્રમ ABPSS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ *મયુરદાન ગઢવી*ના માર્ગદર્શન હેઠળ યોજાશે. જિનેશભાઈ કાલાવડિયા અને ધવલભાઈ માકડીયાના સહકારથી સમગ્ર રાજ્યભરના કાર્યકરો અને પત્રકારો આ સંમેલનને સફળ બનાવવા માટે કામે લાગ્યા છે.
તારીખ 28 જુલાઈ, 2026 મંગળવાર
સમયબપોરે 2:30 કલાકે
સ્થળ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વૈષ્ણોદેવી મંદિર સામે, ગાંધીનગર-સરખેજ હાઇવે, જાસપુર

મયુરદાન ગઢવીએ જણાવ્યું કે, "પત્રકારોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ માટે આ સંમેલન મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતના તમામ પત્રકાર મિત્રો તથા સંગઠન સભ્યોને અપીલ છે કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અભિયાનને સફળ બનાવે."

"JOURNALISM IS NOT A CRIME" ના સંકલ્પ સાથે યોજાનાર આ સંમેલન પત્રકાર એકતા અને સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે તેવી આશા સંગઠન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
📲Get App