🔥 TRENDING 3-year-old child killed as driver fall... Seer’s Car Collides with Divider in Un... மாவட்ட கபடி போட்டி. Uttar Pradesh allocates Rs 21 crore to... Authorities urge safety and hygiene im... Sardesai threatens protest over hospit...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં સરપંચ દ્વારા ગામ સફાઈ અભિયાન શરૂ
સાંતલપુર તારીખ 02-09-2026 | પાટણ જિલ્લો
સાંતલપુર ગામમાં સરપંચશ્રી દ્વારા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સઘન સાફ-સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

સાંતલપુરમાં સરપંચ દ્વારા ગામ સફાઈ અભિયાન શરૂ સાંતલપુર તારીખ 02-09-2026 | પાટણ જિલ્લો સાંતલપુર ગામમાં સરપંચશ્રી દ્વારા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સઘન સાફ-સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 02 Sep 2026, 05:12 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં સરપંચ દ્વારા ગામ સફાઈ અભિયાન શરૂ
સાંતલપુર તારીખ 02-09-2026 | પાટણ જિલ્લો
સાંતલપુર ગામમાં સરપંચશ્રી દ્વારા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સઘન સાફ-સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાંતલપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો અને ખુલ્લી જગ્યાઓ પર કચરાના ઢગલા જોવા મળતા હતા. પ્લાસ્ટિક, કોથળા અને અન્ય કચરાના કારણે ગંદકી ફેલાયેલી હતી અને રોગચાળાનો ભય પણ સેવાઈ રહ્યો હતો.
આજરોજ સરપંચશ્રીની સૂચનાથી ગામમાં JCB મશીન લાવીને કચરો ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ JCB દ્વારા મુખ્ય જગ્યાઓ પરથી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
સરપંચશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમારું ગામ સ્વચ્છ, સુંદર અને રોગમુક્ત બને તે માટે આ અભિયાન શરૂ કર્યું છે. ગામ લોકોને પણ અપીલ છે કે કચરો ગમે ત્યાં ન ફેંકે અને ગામને સ્વચ્છ રાખવામાં સહકાર આપે."
ગામ લોકોએ સરપંચના આ કાર્યને આવકાર્યું હતું અને બિરદાવ્યું હતું. આગામી દિવસોમાં સમગ્ર ગામમાં તબક્કાવાર સફાઈ કામગીરી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
📲Get App