🔥 TRENDING આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) ભારતનો લોજિસ્ટિક યુગ: 12,000 HP WAG12 એન્જિન સાથે 1506 km નો સુપર એક્સપ્રેસ
Business

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) ભારતનો લોજિસ્ટિક યુગ: 12,000 HP WAG12 એન્જિન સાથે 1506 km નો સુપર એક્સપ્રેસ

✍️ Reporter: Shah Parth Govindbhai 🗓 10 Sep 2026, 12:04 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

WDFC કોરિડોર હવે 1,506 કિ.મી. લાંબો માર્ગ પર 12,000 HP WAG 12 એન્જિન સાથે 50‑100 કિ.મી./કલાક ઝડપે ડબલ‑સ્ટેક કન્ટેનર ટ્રેનો ચલાવીને ઉત્તર ભારતથી મુંબઈ પોર્ટ સુધીનો સમય 3 દિવસથી 12 કલાકમાં ઘટાડે છે.

ભારતીય રેલ્વેની ઐતિહાસિક સિદ્ધિ: WDFC કોરિડોર અને ૧૨,૦૦૦ HPના બાહુબલી એન્જીન સાથે દેશના લોજિસ્ટિક્સ યુગમાં નવો સૂર્યોદય

દેશના આર્થિક વિકાસને સુપરફાસ્ટ ગતિ આપવા માટે લાંબા સમયથી પ્રતીક્ષિત 'વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર' (WDFC) હવે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયો છે.

આ કોરિડોર પર 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત બનેલા વિશ્વના સૌથી શક્તિશાળી WAG 12 ઇલેક્ટ્રિક એન્જીન સાથે ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનો ધમધમતી થઈ ગઈ છે, જે ભારતના પરિવહન ઇતિહાસમાં એક ક્રાંતિકારી પગલું છે.

૧,૫૦૬ કિલોમીટર લાંબો સુપર એક્સપ્રેસ રેલ માર્ગ ઉત્તર પ્રદેશના દાદરીથી શરૂ થઈને નવી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ (JNPT) સુધીનો ૧,૫૦૬ કિલોમીટર લાંબો આ ખાસ ટ્રેક માત્રને માત્ર માલગાડીઓ માટે જ બનાવવામાં આવ્યો છે.

સામાન્ય ટ્રેક પર માલગાડીઓની જે ઝડપ માંડ ૨૫-૩૦ કિમી પ્રતિ કલાકની રહેતી હતી, તે આ કોરિડોર પર વધીને ૫૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. પરિણામે, ઉત્તર ભારતથી મુંબઈ પોર્ટ સુધી માલ પહોંચાડવાનો ૩ દિવસનો સમય ઘટીને માત્ર ૧૨ કલાક થઈ ગયો છે.

ગુજરાતના બંદરો માટે 'ગેમ-ચેન્જર' :

WDFC નો સૌથી મોટો ફાયદો ગુજરાતને મળી રહ્યો છે. ગુજરાતના મુખ્ય બંદરો જેવા કે મુન્દ્રા, કંડલા, પીપાવાવ અને હજીરાને ફીડર લાઇનો દ્વારા આ મુખ્ય કોરિડોર સાથે સીધા સાંકળી લેવામાં આવ્યા છે.

૧૨,૦૦૦ હોર્સપાવરનું બાહુબલી 'WAG 12' એન્જીન

આ આધુનિક રૂટ પર ટ્રેનો દોડાવવા માટે ભારતીય રેલ્વેએ બિહારના મધેપુરા ખાતે ફ્રેન્ચ કંપની આલ્સ્ટોમ (Alstom) ના સહયોગથી ખાસ WAG 12 ઇલેક્ટ્રિક એન્જીન તૈયાર કર્યા છે. ૧૨,૦૦૦ હોર્સપાવર (HP) ની અસાધારણ ક્ષમતા ધરાવતું આ બાહુબલી એન્જીન એકસાથે ૬,૦૦૦ ટન જેટલો ભારે માલસામાન (આશરે ૧૧૮ વેગન) ખેંચી શકે છે.

આ એન્જીનની મદદથી ભારતમાં પ્રથમ વખત એકની ઉપર એક (Double-Stack) કન્ટેનરવાળી લાંબી માલગાડીઓ દોડાવવામાં આવી રહી છે. આ એન્જીનમાં આધુનિક 'રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ' હોવાથી બ્રેક મારતી વખતે પેદા થતી ઉર્જા ફરી વીજળીમાં રૂપાંતરિત થાય છે, જે પર્યાવરણ અને ઊર્જા બચત બંને માટે ફાયદાકારક છે.
📲Get App