Crime
અમદાવાદ: ગીતામંદિર ST સ્ટેશન માર્કેટમાંથી 7 લાખથી વધુનો ડુપ્લિકેટ મોબાઇલનો જથ્થો ઝડપાયો
અમદાવાદના ગીતામંદિર ST બસ સ્ટેશન માર્કેટમાં LCB ઝોન-6ની ટીમે દરોડો પાડી 1034 નકલી મોબાઇલ ફોન, લેપટોપ અને એસેસરીઝ સહિત કુલ 7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદ શહેરના ગીતામંદિર ST બસ સ્ટેશન માર્કેટમાં મોટા પાયે ડુપ્લિકેટ મોબાઇલ ફોન અને એસેસરીઝનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે LCB ઝોન-6ની ટીમે એક રેડ કરી હતી. આ રેડ દરમિયાન, પોલીસે 1034 નકલી મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય એસેસરીઝ કબજે કરી છે. આ મુદ્દામાલની કુલ કિંમત આશરે 7.07 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, LCBની ટીમે જ્યારે આ ફોન અને એસેસરીઝની તપાસ કરી, ત્યારે તે જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના અધિકૃત પ્રતિનિધિઓની મદદથી નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ વેચાણકર્તાઓ દ્વારા ગ્રાહકોને છેતરીને ડુપ્લિકેટ માલ વેચવામાં આવતો હતો.
આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 14 વેપારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ રેકેટમાં સામેલ અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે અને આ નકલી માલ ક્યાંથી આવે છે અને ક્યાં સપ્લાય થાય છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.