🔥 TRENDING फारबिसगंज में माँ भगवती वैष्णो देवी मं... बेगूसराय बस स्टैंड के सामने ऑटो चालकों... Himachal Pradesh hrtc post vacancy जानराववाडी ग्रामपंचायतीचा भोंगळ कारभार... खुर्दा महोत्सव की भव्य तैयारी, संस्कृत... અમદાવાદ: ઓઢવ પાસે બેફામ ટ્રેઇલરની ટક્ક...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

નવરાત્રી દરમિયાન ભાદરણ પોલીસ દ્વારા ₹2.23 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 17 Oct 2026, 12:35 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લામાં નવરાત્રી દરમિયાન રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ભાદરણ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક કારમાંથી ₹2.23 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ખેડા જિલ્લામાં નવરાત્રી દરમિયાન અસરકારક રાત્રિ પેટ્રોલિંગ અંતર્ગત ભાદરણ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને સંયુક્ત બાતમી મળી હતી કે મારુતિ સુઝુકી અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉમેટાથી કિંખલોડ તરફ લઈ જવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે કિંખલોડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી અલ્ટો કારને રોકવાનો ઈશારો કરતાં ચાલકે કાર ઉભી રાખી નહોતી. જેથી પોલીસે પીછો કરતાં કાર પીપળી બસ સ્ટેન્ડથી મોટી શેરડી તરફના માર્ગે જબ્બરપુરા સીમ વિસ્તારમાં નળીમાં મૂકીને કારમાં સવાર એક પુરુષ અને એક મહિલા અંધારાનો લાભ લઈ ખેતરોમાં ફરાર થઈ ગયાં હતાં.

ત્યારબાદ પંચોની હાજરીમાં કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી કુલ 791 નંગ, જેની અંદાજિત કિંમત 2,23,973 રૂપિયા થાય છે, તે જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે ભાદરણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App